માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
મરીઝ

બહું થયું કિરતાર – ગુણવંત ઉપાધ્યાય

બહુ થયું કિરતાર,
હવે તો બહુ થયું કિરતાર
વહેણ વચાળે ડૂબવા લાગ્યા લોકો અપરંપાર !
હવે તો બહુ થયું કિરતાર !

સુખદુઃખનાં પલ્લામાં પગને કેમ કરી ટેકવવા?
મત્સ્યવેધની અહીં અપેક્ષા કેમ કરો ગિરધરવા?
કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર !
હવે તો બહુ થયું કિરતાર !

આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી
ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર !
હવે તો બહુ થયું કિરતાર !

– ગુણવંત ઉપાધ્યાય

કોરોનાની મહામારી ગુજરાતી સાહિત્ય માટે રોજેરોજ વધુ ને વધુ હૃદયવિદારક બનતી જાય છે. વધુ એક કવિ એના ખપ્પરમાં હોમાઈ ગયા. ભાવેણાના કવિશ્રી ગુણવંત ઉપાધ્યાયે કોરોનાના કારણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

મૃત્યુને જોઈને કવિહૃદય જે સંવેદના અનુભવે એનું આ અન્ય એક ઉદાહરણ છે. ૧૬ એપ્રિલના રોજ કવિએ કોરોનાના કારણે પોતાના નાના ભાઈને ગુમાવ્યો. બે દિવસ પછી ૧૮ એપ્રિલે, કવિએ ભાતૃવિરહમાં આ રચના લખી અને ૨૮ એપ્રિલે તો કવિ પોતે કોરોનાગ્રસ્ત થયા. અને અઠવાડિયાથી ઓછા સમયમાં, ૦૪-૦૫-૨૦૨૧ના રોજ તો કવિ પણ આપણને છોડી ગયા…

લયસ્તરો તરફથી કવિને નાનકડી શબ્દાંજલિ…

12 Comments »

  1. Anila Patel said,

    May 6, 2021 @ 3:58 AM

    પ્રભુ એમના આત્માને પરમ શાન્તિ અર્પે

  2. લલિત ત્રિવેદી said,

    May 6, 2021 @ 7:48 AM

    🙏🙏
    પ્રણામ… કવિ

  3. Rinal Patel said,

    May 6, 2021 @ 8:16 AM

    💐🙏

  4. Anjana bhavsar said,

    May 6, 2021 @ 8:16 AM

    હૃદયદ્રાવક રચના…

  5. DILIPKUMAR CHAVDA said,

    May 6, 2021 @ 8:18 AM

    May the departed soul rest in peace
    જતા જતા પણ કવિ ઉમદા રચના આપતા ગયાં

  6. Vijay Trivedi said,

    May 6, 2021 @ 8:26 AM

    ખૂબ જ ભાવનાત્મક, હૃદયદ્રાવક રચના.
    કવિને શ્રધ્ધાંજલી📝🙏🙏🙏

  7. pragnajuvyas said,

    May 6, 2021 @ 9:24 AM

    આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી
    ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
    ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર !
    હવે તો બહું થયું કિરતાર !
    સ્વ.ગુણવંત ઉપાધ્યાયની હ્ર્રુદયદ્વારા રચના
    પ્રભુ એમના અને ભાઇને આત્માને પરમ શાન્તિ અર્પે

  8. praheladbhai prajapati said,

    May 6, 2021 @ 9:30 AM

    GOOD BHAAVAATMK DARDILI DASTAAN

  9. Dr Niraj Mehta said,

    May 6, 2021 @ 10:45 AM

    વંદન કવિને

  10. Poonam said,

    May 6, 2021 @ 11:28 AM

    કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર !
    હવે તો બહું થયું કિરતાર !
    – ગુણવંત ઉપાધ્યાય – Om Shanti 🙏🏻

    Netani chadio bahu varsi, have Jaadu ni chadi kadh !
    Bus bahu thayu kirtar…

  11. Kajal kanjiya said,

    May 6, 2021 @ 10:02 PM

    શ્રદ્ધાંજલિ

    પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્યચેતનાને શાંતિ આપે 🙏

  12. Nilesh said,

    May 6, 2021 @ 11:45 PM

    પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના… ૐ શાંતિ: શાંતિ: શાંતિ:… 🙏🙏🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment