(ખટપટ વગર) – સુનીલ શાહ
‘નથી ફાવતું’ની કશી રટ વગર
હું જીવ્યા કરું કોઈ ખટપટ વગર
કશે હદ જરૂરી છે વ્યવહારમાં
નદીનીય કિંમત નથી તટ વગર
હૃદયથી હૃદય એમ જોડાય છે
સહજતાથી સ્પર્શો જો તરકટ વગર
જીવનમાં પ્રવેશે છે દુઃખ એ રીતે
કીડી જેમ આવે છે આહટ વગર
બધાની પ્રશંસા તમે પામશો
જીવી જો શકો ખોખલા વટ વગર
અછત,ભૂખનું મૂલ્ય જાણે શું એ?
જે જીવી રહ્યા છે કશી ઘટ વગર
મને એમ દર્શન થયા ચાંદના
એ આવ્યા,મળ્યા આજ ઘૂંઘટ વગર
– સુનીલ શાહ
સામાન્યરીતે કળાને જીવનના ગાઢા રંગ સાથે વધુ ઘરોબો હોય છે. એમાંય કવિતાને તો વેદના જાણે નાળસંબંધ છે. પણ સુનીલ શાહ આ બાબતમાં જરા નોખા તરી આવે છે. શિક્ષણ અને રેશનાલિઝમના સિદ્ધાંતોના રક્તકણો જેમની રગોમાં વહી રહ્યા છે, એવા આ કવિની રચનાઓ મોટાભાગે જીવનના ઉજળા રંગને તાદૃશ કરતી નજરે ચડે છે. ધનમૂલક રચનાઓ એમનો વિશેષ કાકુ છે. પ્રસ્તુત રચના એનો એક દાખલો છે.
Sandip Pujara said,
May 27, 2021 @ 1:21 AM
વાહ.. સુનિલભાઈ … બહોત અચ્છે
Lata Hirani said,
May 27, 2021 @ 4:02 AM
બધા જ શેરો સરસ થયા છે.
ઇન્તેખાબ અનસારી said,
May 27, 2021 @ 4:45 AM
નમસ્કાર,
ખૂબ ખૂબ અભિનંદન….
Charulata Anajwala said,
May 27, 2021 @ 4:49 AM
વાહ…, ખૂબ સરસ રચના👌👌👌
Mita Jhaveri said,
May 27, 2021 @ 4:49 AM
સરળ અને સહજ સ્વભાવના ધણી શ્રી સુનીલભાઈએ આ
રચનામાં ઉત્તમ જીવનની સરસ સમજ આપી છે. વંદન.
Gunvant thakkar said,
May 27, 2021 @ 6:29 AM
વાહ કવિ અભિનંદન..
Turab Mandapwala said,
May 27, 2021 @ 6:38 AM
વાહ, વાહ…, ખૂબ સરસ રચના👌
Turab Mandapwala said,
May 27, 2021 @ 6:39 AM
વાહ, વાહ…, ખૂબ..ખૂબ સરસ
ગૌરાંગ ઠાકર said,
May 27, 2021 @ 6:57 AM
વાહ વાહ..
Harihar Shukla said,
May 27, 2021 @ 7:41 AM
સરસ કોઈ પણ ખટપટ વગરની ગઝલ 👌
pragnajuvyas said,
May 27, 2021 @ 8:30 AM
મને એમ દર્શન થયા ચાંદના
એ આવ્યા,મળ્યા આજ ઘૂંઘટ વગર
વાહ સ રસ મક્તા
કવિશ્રી સુનીલ શાહની સંઘેડા ઉતાર ગઝલ
બધા શેર સ રસ
Rajesh hingu said,
May 27, 2021 @ 9:29 AM
વાહ… સરસ ગઝલ… મતલા તો હૃદય સોંસરવો ઉતર્યો…
કવિને અભિનંદન
રાજુ પ્રજાપતિ said,
May 27, 2021 @ 10:13 AM
વાહ … સરસ સુંદર ગઝલ ..
અરૂણ પંડયા said,
May 27, 2021 @ 10:39 AM
Very nice, Sunilbhai
Kajal kanjiya said,
May 27, 2021 @ 11:22 AM
ખૂબ સરસ ગઝલ…છઠ્ઠો શેર વિશેષ ગમ્યો
મિતેશ પારેખ said,
May 27, 2021 @ 12:08 PM
વાહ સુનિલભાઈ વાહ. ખૂબ સરસ ગઝલ. હાર્દિક અભિનંદન.
Anjana bhavsar said,
May 27, 2021 @ 2:07 PM
વાહ..સરસ ગઝલ..અભિનંદન
Maheshchandra Naik said,
May 27, 2021 @ 10:56 PM
વાહ કવિશ્રી સુનિલભાઈ, બધા જ શેર લાજવાબ…
ાભિનદન…..
Maheshchandra Naik said,
May 27, 2021 @ 10:56 PM
વાહ કવિશ્રી સુનિલભાઈ, બધા જ શેર લાજવાબ…
અભિનંદન……..
સુનીલ શાહ said,
May 28, 2021 @ 4:02 AM
સૌનો ખૂબ આભાર
મયૂર કોલડિયા said,
June 9, 2021 @ 11:32 PM
સુપર્બ….