સત્વનું આ પતન દ્વિધામાં છે,
આજ આખ્ખું કવન દ્વિધામાં છે.

મનઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.
ડો.પરેશ સોલંકી

(હથેળીમાં વૃક્ષો) – જિત ચુડાસમા

હથેળીમાં વૃક્ષો ઉગાડ્યાં છે આપે,
તો લ્યો, મારાં અશ્રુઓ સિંચાઈ માટે.

રઝળતી દીવાલોને ઘરભેગી કરવા,
અમે સાથિયા ચીતર્યા છે કમાડે.

એ શોધે છે જગ્યા પીડા સ્થાપવાની,
કહી આવો એને કે મારામાં સ્થાપે.

જણસમાં તો કેવળ નિસાસા રહ્યા છે,
હું ઇચ્છું કે કોઈ દિલાસા ન આપે.

તમે આંખ ઢાળી શું રસ્તો બતાવ્યો!
અમે ઊભા ઊભા જ પહોંચ્યા મુકામે.

– જિત ચુડાસમા

કશી પણ ટિપ્પણી વિના નખશિખ માણી લેવાની ગઝલ… દરેકે દરેક શેર અદભુત !

16 Comments »

  1. Kajal kanjiya said,

    May 7, 2021 @ 3:25 AM

    સુંદર ગઝલ
    અભિનંદન 💐

  2. જિત ચુડાસમા said,

    May 7, 2021 @ 4:02 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ…
    2007 ના ડિસેમ્બરમાં પહેલી વખત તમારી સાઈટની મુલાકાત લીધી હતી. ત્યારે એમ થયું હતું કે આ સાઈટમાં મારી રચના હોય તો કેવી મજા આવે ? આજે અત્યંત આનંદ છે…

  3. Vijay Pandya said,

    May 7, 2021 @ 4:04 AM

    જિત ભાઈ દિલ ખુશ કરી દીધું ખૂબ રાજીપો valida

  4. ડી.એન.મારુ said,

    May 7, 2021 @ 4:47 AM

    વાહ ખૂબ સરસ. અભિનંદન દોસ્ત.

  5. વિશાલ જોશી said,

    May 7, 2021 @ 5:11 AM

    વાહ,
    જીતુ…
    ખુશ થવાય અને પોરહ ચડે એવી ગઝલ..
    અભિનંદન દોસ્ત

  6. Anjana bhavsar said,

    May 7, 2021 @ 5:12 AM

    ખૂબ સરસ ગઝલ..કવિને અભિનંદન

  7. લલિત ત્રિવેદી said,

    May 7, 2021 @ 6:22 AM

    બહુ સરસ ગઝલ…. વાહ વાહ

  8. saryu parikh said,

    May 7, 2021 @ 9:37 AM

    વાહ્ સરસ ગઝલ.
    “રઝળતી દીવાલોને ઘરભેગી કરવા,
    અમે સાથિયા ચીતર્યા છે કમાડે.”
    સરયૂ પરીખ

  9. praheladbhai prajapati said,

    May 7, 2021 @ 9:53 AM

    SUPERB ,EXCELENT

  10. pragnajuvyas said,

    May 7, 2021 @ 10:44 AM

    કવિશ્રી જિત ચુડાસમાની અદભુત ગઝલ
    દરેક મજાના શેરમા
    તમે આંખ ઢાળી શું રસ્તો બતાવ્યો!
    અમે ઊભા ઊભા જ પહોંચ્યા મુકામે.
    મક્તાએ મારી નાખ્યા
    ધન્યવાદ

  11. દાન વાઘેલા said,

    May 7, 2021 @ 11:52 AM

    જીત ચુડાસમાની સરસ ગઝલ માણી.
    આગવો અને પ્રભાવક ભાવોન્મેષ ગમ્યો.
    અભિનંદન.
    ::દાન વાઘેલા :::

  12. nanrednrasinh said,

    May 8, 2021 @ 1:45 AM

    ખુબ સુન્દર રચના

  13. Dinesh chavda said,

    May 9, 2021 @ 11:16 PM

    ખૂબ સુંદર રચના..પીડા અશ્રુ અને નિસાસા ની સાથે નિરાકરણ નો રસ્તો બધું એક સાથર.

  14. Lata HIrani said,

    May 10, 2021 @ 8:33 AM

    સાચે જ અદભુત ગઝલ

  15. ભારતી ગડા said,

    May 11, 2021 @ 7:48 AM

    વાહ ખૂબ સુંદર ગઝલ

  16. Mehboob baloch said,

    June 6, 2021 @ 10:54 PM

    Wah jeet thadachkar….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment