ઇચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.
-રાજેન્દ્ર શુક્લ

મારે તમને મળવું છે – રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

બહુ ઓછા માણસ હોય છે જે જિંદગીમાં જેને મળે એ બધા એના મિત્રો જ બની જાય… શત્રુ કોઈ ધારે તોય બની ન શકે એવા મીઠડા તો કોઈક વીરલા જ હોય ને ! રિષભ મહેતા આવું જ એક નામ હતું… આજે આ નામ સાથે ‘હતું‘ લખતાં હાથ કાંપે છે… અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા રિષભભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં અજાતશત્રુ અને સર્વામિત્ર રહ્યા… ગુજરાતી કવિતા સંગીત હંમેશા એમને miss કરશે…

13 Comments »

  1. Kajal kanjiya said,

    April 17, 2021 @ 7:08 AM

    🙏🙏😌

  2. VJ said,

    April 17, 2021 @ 7:08 AM

    Rishabh bhai ne shradhaanjali 🙏🏻🙏🏻

  3. Kajal kanjiya said,

    April 17, 2021 @ 7:08 AM

    🙏😌

  4. Jayant Dangodara said,

    April 17, 2021 @ 7:24 AM

    એક સરળ અને નિખાલસ વ્યક્તિત્વ આપણી વચ્ચે ના રહ્યું. આ કોરોના પર તૂટી પડવાનું મન થાય એવી દાઝ ચડે છે. રિષભભાઇના ચૈતન્યને વંદન.

  5. Rinku Rathod said,

    April 17, 2021 @ 8:44 AM

    આદરણીય રિષભ મહેતા સરની યાદગાર રચના.. વંદન.

  6. સુનીલ શાહ said,

    April 17, 2021 @ 8:50 AM

    ઉમદા વ્યક્તિત્વને વંદન

  7. pragnajuvyas said,

    April 17, 2021 @ 10:54 AM

    વૈશ્વિક કોરોના મહામારીમાં ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જેમાં અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા રિષભભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં અજાતશત્રુ અને સર્વામિત્ર રહ્યા…
    પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના🙏

  8. Poonam said,

    April 17, 2021 @ 12:02 PM

    સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
    ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે….
    – રિષભ મહેતા – …. Om Shanti 🙏🏻

  9. Jignesh Kotadia said,

    April 17, 2021 @ 12:25 PM

    RIP great man

    the audio of this song

  10. ડિમ્પલ દેસાઈ said,

    April 17, 2021 @ 12:44 PM

    ચાલો સમયનું નામ શકુની જ રાખીએ,
    ફેંકે છે રોજ રોજ એ પાસા જુદા જુદા.
    -રિષભ મહેતા
    ૐ શાંતિ.

  11. DILIPKUMAR CHAVDA said,

    April 18, 2021 @ 3:47 AM

    ખૂબ સરસ
    ઓમ શાંતિ

  12. Vimal Agravat said,

    April 18, 2021 @ 4:20 AM

    રીષભભાઇ જેવા પ્રેમાળ અને નિખાલસ વ્યક્તિત્વની ખોટ કાયમ રહેશે. તેમની પરમ ચેતનાને શત શત પ્રણામ

  13. Maheshchandra Naik said,

    April 21, 2021 @ 12:04 AM

    કવિશ્રીને હ્રદયપુર્વક આદરાન્જલી,શ્રી રુષભભાઈને શત શત વંદના…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment