મહેકતી ગુલ્લાબજળની છાંટ જેવી છું સજન,
આવ ડૂબકી માર, ગંગાઘાટ જેવી છું સજન.
-પારુલ ખખ્ખર

(સામે હતી) – ખલીલ ધનતેજવી

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી

એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો
એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી

રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે
ને સવારે, સાંજ પડવાની ફિકર સામે હતી

ને વસંતોને ઊમળકાભેર માણી લેત પણ
હાય રે! એક વેંત છેટે પાનખર સામે હતી

હું જ અંધારાના ડર થી આંખ ન ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી

મિત્રને શત્રૂની વચ્ચોવચ ખલીલ ઊભો હતો
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી.

– ખલીલ ધનતેજવી

કેવી સંઘેડાઉતાર રચના… એક-એક શેર ખરું સોનુ જ જોઈ લ્યો…

8 Comments »

  1. pragnajuvyas said,

    April 10, 2021 @ 10:15 AM

    ખૂબ સુંદર ગઝલ
    બધા જ શેર મજાના

  2. અંશ ખીમતવી said,

    April 10, 2021 @ 11:37 AM

    સરળતા અને ગહનતા બન્ને ગમી

  3. DILIPKUMAR CHAVDA said,

    April 11, 2021 @ 2:31 AM

    A wonderful gazal by a wonderful poet
    Miss u Khalil Sahab

  4. Vipul Mangaroliya said,

    April 11, 2021 @ 4:43 AM

    ભારતમાં બીજા ખલીલ નહી થાય કદાચ

  5. Harihar Shukla said,

    April 12, 2021 @ 7:15 AM

    … માણી લેત પણ
    પણ હાય રે! …
    👌💐

  6. Poonam said,

    April 12, 2021 @ 10:57 AM

    એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો,
    એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી…
    – ખલીલ ધનતેજવી – Aah ! Karu ke…Waah !

  7. Sandip Pujara said,

    September 15, 2021 @ 4:52 AM

    ​ચોથા શેરનાં સાની મિસરામાં શરૂઆતનો ‘પણ’ શબ્દ વધારાનો લાગે છે
    ટાઈપ મિસ્ટેક છે

  8. વિવેક said,

    September 16, 2021 @ 1:17 AM

    @ સંદીપ પૂજારા:

    સુધારી લીધું છે… આ ગૂગલ રીડની મહેરબાની છે, જે નજર બહાર રહી ગઈ હતી…

    આભાર દોસ્ત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment