(ઘર થયું) – ખલીલ ધનતેજવી
ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.
તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.
જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.
શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.
એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,
કટકે કટકે પૂરું આ જીવતર થયું.
– ખલીલ ધનતેજવી
સભારંજની શેર મોટાભાગે કવિતાની એરણ પર ફટકિયું મોતી સાબિત થતા હોય છે. પણ ખલીલભાઈની આ ગઝલ જુઓ. જે શેરો પર કવિ મહેફિલ ડોલાવતા હતા, એ શેરોમાં કેવા અમૂલ્ય મોતીનો ચળકાટ છે એ જોવા જેવું છે…
Rajnikant Shah said,
April 9, 2021 @ 4:48 AM
સુન્દર રચના
Pravin Shah said,
April 9, 2021 @ 5:58 AM
ખલીલભાઈ !
We miss you !
હરીશ દાસાણી said,
April 9, 2021 @ 9:06 AM
શબ્દોમાં સરળતા અને ભાવજગતનું ઊંડાણ એટલે આ અત્યંત સુંદર ગઝલ
pragnajuvyas said,
April 9, 2021 @ 10:23 AM
ગઝલ આજે જે લોકપ્રિય કક્ષાએ પહોંચી છે એમાં આજના યુગમાં ખલીલ ધનતેજવીનો ફાળો બહુ મોટો છે.માનવીય મૂલ્યોને પતન થતું હોય તો પણ એ વાત ખલીલની કવિતામાં જોવા મળે છે. એમની ગઝલો લોકપ્રિય થઈ એનું કારણ એ છે કે તેમની ભાષા બહુ સરળ હતી.ભલે સાહિત્યિક દૃષ્ટિએ એ વધુ મૂલ્યવાન ન લાગે પણ સામાન્ય લોકોને સ્પર્શે એવો સમાજનો અસલી ચહેરો તેઓ ગઝલમાં સાદી રીતે રજૂ કરતા હતા.
સુનીલ શાહ said,
April 10, 2021 @ 1:53 AM
ઉત્તમ અભિવ્યક્તિ
DILIPKUMAR CHAVDA said,
April 11, 2021 @ 2:28 AM
Wahhhhhhh
એક ધારું……
Salute to Unforgettable Poet
Harihar Shukla said,
April 12, 2021 @ 7:17 AM
અજવાળું મુઠ્ઠીભર …
અને એય કેવું? …
👌💐
Harihar Shukla said,
April 12, 2021 @ 7:18 AM
મુઠ્ઠીભર અજવાળું ઝળહળ ઝળહળ 👌💐
Poonam said,
April 12, 2021 @ 11:06 AM
શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું….
– –ખલીલ ધનતેજવી – 👌🏻 hal Samay (vikraal) kaal !