આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

તારી ને મારી જ ચર્ચા – ખલીલ ધનતેજવી

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

– ખલીલ ધનતેજવી

ખલીલસાહેબનો ખરો રંગ મક્તામાં વ્યક્ત થાય છે – છેલ્લેથી બીજો શેર પણ મજબૂત છે. જો કે તમામ શેર સાહેબની પ્રજ્ઞાનો અંદાજ આપે છે….

7 Comments »

  1. Pravin Shah said,

    April 6, 2021 @ 5:57 AM

    વાહ ! વાહ !
    ખલીલસાહેબની ખોટ ખૂ બ સાલસે.

  2. saryu parikh said,

    April 6, 2021 @ 9:13 AM

    વાહ! વાહ! દિલને સ્પર્શી જતી રચના.
    સરયૂ પરીખ

  3. pragnajuvyas said,

    April 6, 2021 @ 9:36 AM

    વાહ !
    ખલીલસાહેબ,,,

  4. Indu Shah said,

    April 6, 2021 @ 1:50 PM

    ખલીલ સાહેબની ખોટ ખૂબ સાલસે.

  5. Maheshchandra Naik said,

    April 6, 2021 @ 7:44 PM

    શ્રી ખલીલ સાહેબને હ્રદયપુર્વક ની શ્રધ્ધાંજલી….

  6. Harihar Shukla said,

    April 12, 2021 @ 7:25 AM

    પૂણ્યશાળી પાપ 👌💐

  7. Poonam said,

    April 12, 2021 @ 11:17 AM

    યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,
    કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!
    – ખલીલ ધનતેજવી – Waah re punyashali paap…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment