(એ ગયાં છે) – રાજેશ હિંગુ
મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે!
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે.
આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.
છે ખાતરી કે ચુસકી ભૂલી નહીં શકે એ,
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે.
કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે.
– રાજેશ હિંગુ
કેવી સરસ સંઘેડાઉતાર રચના! કવિ પુરુષ છે એટલે જનાર વ્યક્તિ સ્ત્રી છે એ તો તરત સમજાઈ જાય પણ ગુજરાતી ભાષામાં અનુસ્વારનો ખરો મહિમા શું છે એ આ ગઝલ વાંચતા ખ્યાલ આવે છે. કવિ ‘એ ગયા છે’ એમ પણ લખી શક્યા હોત. પણ કવિએ ગયાના માથે અનુસ્વાર મૂકવાનું પસંદ કર્યું છે. સ્ત્રીને ‘ગયા’ કહીએ એમાં પણ એના માટેનું માન તો દેખાઈ જ આવે છે પણ જ્યારે આ જ વાત માથે અનુસ્વાર મૂકીને કરવામાં આવે ત્યારે સ્ત્રી માટે કથકના હૃદયમાં રહેલો ઊંડો આદર વધુ પ્રભાવકતાથી છતો થાય છે. જો કે મારા જેવા સોમાંથી નેવુ-પંચાણું ગુજરાતીઓને અનુસ્વાર વાપરતાં જ આવડતું નથી. આપણે તો’મા’ના સ્થાને પણ ‘માં’ લખીએ છીએ, પણ એમાં મા પરત્વેનો આદર ઓછો અને આપણું અનુસ્વાર-અજ્ઞાન વધુ છતુ થાય છે.
બંને મત્લા લાજવાબ. પ્રિયજન માત્ર દિલમાં નહીં, નસે-નસમાં ઘર કરી ગયાં છે એ વાત કવિએ જે રીતે વ્યાપી-સ્થાપીના ચુસ્ત કાફિયાઓ વડે કહી છે એ કાબિલે-સલામ છે. એ જ રીતે સાની મત્લામાં શ્રાપી પણ બેમિસાલ છે. જનાર તો ગયાં, પણ કદી મરણ ન પામનાર સ્મરણોની પીડા આપીને ગયાં છે. હવે જીવનભર એની યાદોના સહારે જ રહેવાનું. આ તે કેવો શ્રાપ! કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં…
બાકીના ત્રણેય શેર પણ નિરવદ્યપણે આસ્વાદ્ય છે. ‘ચા પીને’માં કાફિયાના બે ટુકડા કરવાનું જે કવિકર્મ થયું છે, એ નવું તો નથી, પણ અહીં જે રીતે કરવામાં આવ્યું છે એની ફ્લેવર સાવ જ મૌલિક છે…
Sandip Pujara said,
May 8, 2021 @ 2:14 AM
વાહ – સરસ ગઝલ
અભિનંદન કવિ
Janki said,
May 8, 2021 @ 2:21 AM
સંગાથે થોડું અંતર કાપી ને ગયા છે.. વાહ…. અંતર ભલે થોડુંક જ કાપ્યું છે પણ એનો સંતોષ કેટલો બધો છે…. સુંદર …
મયૂર કોલડિયા said,
May 8, 2021 @ 2:26 AM
દરેક શેર મજાનો… અહાહા….
Naresh J. Parmar said,
May 8, 2021 @ 3:01 AM
Wah Kya Baat Hai…..
Naresh J. Parmar said,
May 8, 2021 @ 3:03 AM
કંઈક અનોખું છે આ કલમ માં…..
વાહ ભાઈ વાહ…..
Kajal kanjiya said,
May 8, 2021 @ 3:17 AM
જોરદાર….
આસ્વાદ પણ રસદાર……અભિનંદન 💐
Anjana bhavsar said,
May 8, 2021 @ 4:30 AM
ખૂબ સરસ ગઝલ..proud of you ભાઈલા..અભિનંદન
બિનીતા said,
May 8, 2021 @ 5:38 AM
વાહ કવિ વાહ
એક એક શેર લાજવાબ
pragnajuvyas said,
May 8, 2021 @ 9:27 AM
કવિશ્રી રાજેશ હિંગુની અદભુત ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
વાહ્
Maheshchandra Naik said,
May 8, 2021 @ 7:57 PM
ખુબ સ્ંવેદનાભરી રચના,
કવિશ્રીના દર્દ અને વ્યથાનો ઉઘાડ ડો.વિવેક્ના રસાસ્વાદ દ્વારા ઘણુ કહી જાય છ…
કવિશ્રી અને આસ્વાદ્ક બંનેને અભિનંદન્…..
Pravin Shah said,
May 9, 2021 @ 12:06 AM
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
વાહ..
DILIPKUMAR CHAVDA said,
May 10, 2021 @ 12:51 AM
મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
આખી ગઝલ મજાની છે ને મત્લા તો નસોમાં વ્યાપી જાય એવો છે અભિનંદન કવિને
DILIPKUMAR CHAVDA said,
May 10, 2021 @ 12:54 AM
મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
આખી ગઝલ મજાની છે ને મત્લા તો નસોમાં વ્યાપી જાય એવો છે અભિનંદન કવિને
સુંદર આસ્વાદની અનેરી મજા
Jethva kaushik said,
May 25, 2021 @ 11:56 PM
વાહ વાહ શું વાત છે!
ખૂબ સરસ ❣️🔥🙏🏻
Khushboo Jethwa said,
September 18, 2021 @ 9:05 AM
Waah mama…Tamaro…jawab nahi…mama
Rajesh Hingu said,
September 18, 2021 @ 10:46 AM
અહીં સ્થાન પામીને મારી ગઝલ અને હું બંને ધન્ય થયા છીએ.
વિવેકભાઈ, આપના આસ્વાદમાં મારાં ભવજગતનો પડઘો
યથાતથ પડ્યો છે.
ઔપચારિકતાના પેલા બે અંગ્રેજી શબ્દો ઓછા પડશે, એટલે એ કહેતો નથી.