ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.
હરજીવન દાફડા

(વંદન કરો) – ભાવિન ગોપાણી

પછી મરજી મુજબ નફરત કરો, વંદન કરો,
તમારા દેવતાનું ખુદ તમે સર્જન કરો.

કશું બોલો, તમારા મૌન સામે છે વિરોધ,
સમર્થન ના કરો તો વાતનું ખંડન કરો.

હજી થોડો સમય એની નજર છે આ તરફ,
હજી થોડા સમય માટે સરસ વર્તન કરો.

હવે મરવું જ છે તો આંખ બે મીંચો અને
જગતના આખરી અંધારના દર્શન કરો.

હયાતી અન્યની તો ક્યાં તમે માનો જ છો?
તમે બસ આયના સામે ભજન કિર્તન કરો.

– ભાવિન ગોપાણી

સશક્ત ગઝલ. બધા જ શેર સ-રસ થયા છે. ઈશ્વરની હયાતી સૃષ્ટિનો સનાતન પ્રશ્ન છે. ઈશ્વર એટલે મૂળભૂતપણે આપણી માન્યતા અને માન્યતા માટેની શ્રદ્ધાનું પ્રતીક. દરેકની આસ્થા અલગ. માટે જ બધાનો ઈશ્વર પણ અલગ. ઈશ્વર હોય કે કોઈ વ્યક્તિ – એને માથે ચડાવવું કે હડસેલવું એ અંતે તો આપણી મરજી પર જ આધારિત છે, કેમકે આ આદર-અનાદર બધું જ અંતે તો આપણી જ સરજત છે.

6 Comments »

  1. Harihar Shukla said,

    March 27, 2021 @ 5:18 AM

    મજબૂત ગઝલ

  2. હરીશ દાસાણી said,

    March 27, 2021 @ 7:28 AM

    માણસના અહમ્ અને તેનાથી આવતી સંકુચિત વૃત્તિ પર સૂક્ષ્મ કટાક્ષ કરતી સરસ ગઝલ

  3. pragnajuvyas said,

    March 27, 2021 @ 5:32 PM

    વાહ
    મજાનો મક્તા
    હયાતી અન્યની તો ક્યાં તમે માનો જ છો?
    તમે બસ આયના સામે ભજન કિર્તન કરો.
    કવિશ્રી– ભાવિન ગોપાણીની સુંદર ગઝલનો ડૉ વિવેકનો સ રસ આસ્વાદ્

  4. Himanshu Jasvantray Trivedi said,

    March 27, 2021 @ 5:37 PM

    saras ane sachot.

  5. Kajal kanjiya said,

    March 27, 2021 @ 11:10 PM

    વાહ ખૂબ સરસ ગઝલ અભિનંદન 💐

  6. Lata Hirani said,

    March 29, 2021 @ 10:28 AM

    ત્રીજા શેરનો કટાક્ષ ! વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment