જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
વિવેક મનહર ટેલર

(તારું નામ) – મિતુલ આશર

એક સોનેરી કાગળનો કટકો લીધો
               અને લખ્યું તારું નામ મેં નવાબ;
તકિયાની નીચે મેં સંતાડી રાખ્યું :
               ને જાગીને જોઉં તો ગુલાબ.

અરસપરસ પાંદડી પૂછે સવાલ
               પણ હોઠ નહીં ખોલે જવાબ;
કોનું એ નામ છે ને કોણે લખ્યું :
               એના મૌનમાં તો મ્હેકે રુઆબ.
તારા તે નામથી ભરચક ભરી છે
               આમ જુઓ તો કોરી કિતાબ.

એકએક પાંદડીને છુટ્ટી કરી
               અને તરતું મૂક્યું મેં તળાવ
તારા તે નામનાં ખીલ્યાં કમળ
               મને તારો તે કેવો લગાવ
ચાંદનીના જામમાં ઘૂંટે ઘૂંટે
               હું તો પીઉં તારા નામનો શરાબ

– મિતુલ આશર

જૂની રંગભૂમિના ગીતો જેવી અસર ઉપજાવતું આ ગીત ઘણા વખતથી મનના ખૂણામાં પડી રહેલું તે આજે અચાનક મળી ગયું. પહેલી ચાર પંક્તિઓમાં કવિએ શૃંગારરસની એક નાજુક અદાને આબાદ ઝડપી લીધી છે. એક જમાનામાં આ પંક્તિઓ એવી હોઠે ચડી ગયેલી કે પંદર દિવસ સુધી એ જ ચાલ્યા કરી… પછી ‘ગુલાબ’ને થોડા વખત માટે ફરજીયાત આરામ આપવો પડેલો !

8 Comments »

  1. pragnaju said,

    March 3, 2009 @ 11:00 PM

    તકિયાની નીચે મેં સંતાડી રાખ્યું :
    ને જાગીને જોઉં તો ગુલાબ.
    નૉસ્ટેલજીક યાદ કરાવી ગઈ પંક્તી
    સૉનેટનું શિલ્પ છે, ગીતની છે ગુલછડી
    ગઝલનો ઠાઠ છે, જિંદગી નવાબ છે,
    કેવો આ રુઆબ છે કે આંખોમાં ખ્વાબ છે
    જિંદગીમાં ચોતરફ ગુલાબ ને ગુલાબ છે.

  2. Meena Chheda said,

    March 3, 2009 @ 11:18 PM

    સુંદર

  3. વિવેક said,

    March 4, 2009 @ 1:26 AM

    વાહ… મજેદાર ગીત… લય અને ભાવનો સુભગ સમંવય…

  4. RAMESH K. MEHTA said,

    March 4, 2009 @ 1:28 AM

    ગુલબની હરેક પખડીમા મિતુલે મૌન રહિને એનુ નામ લખી દિધુ.

  5. ઊર્મિ said,

    March 4, 2009 @ 7:52 AM

    વાહ મજા આવી ગઈ… મજાનું અણમોલ મોતી શોધી લાવ્યા ધવલભાઈ!

  6. urvashi parekh said,

    March 4, 2009 @ 8:34 AM

    સરસ ગીત છે.
    તારા તે નામ થી ભરી ભરચક ભરી છે,આમ જુઓ તો કોરી કિતાબ..
    અને આખી કિતાબ..ક્યાંય જગ્યા જ નથી કોઇ ન નામ માટે..
    કેમ ને?

  7. Sapana said,

    March 4, 2009 @ 12:15 PM

    મિતુલભાઈ,

    સરસ!

    આના પરથી એક મારો શેર યાદ આવ્યો.
    અર્જ કીયા હે.
    દિલસે ચાહા મિટાદે તેરા નામ,
    રગ રગમે લિખા હે તેરા નામ,
    દિલકે સો ટુકડે કરકે દેખ લિયા
    હર ટુકડેમે લિખા હે તેરા નામ.

  8. KIRANKUMAR CHAUHAN said,

    March 6, 2009 @ 9:01 AM

    મસ્તીભર્યું ગીત. મઝા પડી ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment