જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

ચરણ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી

આ બધી નકલી છે આંબાવાડીઓ?
કોઈ કોયલ કેમ અહીં ગાતી નથી?

કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.

કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.

વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

માની હાજરી એના મૃત્યુ પછી પણ ઓસરતી ન હોવાની વાત કરતો મત્લા તરત જ સ્પર્શી જાય એવો છે. વાસ્તવિક્તા સાથે સંધાન ન હોવું એ બાળક હોવાનું સુખેય ખરું અને દુઃખેય ગણી શકાય. બાળકને બધું જ જોઈતું હોય છે. ગરીબમાં ગરીબ બાળકને પણ પેલા બાળકને મળે છે એ મને કેમ નથી મળતું એ સહજ સમજાતું નથી. છેલ્લા બે શેર તો શિરમોર થયા છે.

8 Comments »

  1. Harihar Shukla said,

    February 11, 2021 @ 1:33 AM

    વિખવાદ વેંત જ ઊંચી વાડ જેવડો અને એનેય પાર કરી શકાતો નથી 👌💐

  2. લવ સિંહા said,

    February 11, 2021 @ 2:05 AM

    વાહ સરસ ગઝલ

  3. શૈલેશ ગઢવી said,

    February 11, 2021 @ 11:15 AM

    ખૂબ સરસ ગઝલ

  4. pragnajuvyas said,

    February 11, 2021 @ 11:48 AM

    કવિશ્રી ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ની સુંદર ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    આ શેર
    કાં રમકડું લઈ શકું કાં રોટલી,
    વાત એ બાળકને સમજાતી નથી.
    સૌથી વધુ ગમ્યો

  5. Nitin goswami said,

    February 11, 2021 @ 12:26 PM

    વાહ… એક થી એક સુંદર રચના શોધી લાવો છો સર..આભાર

  6. Mayurika Leuva said,

    February 11, 2021 @ 12:42 PM

    ખૂબ સુંદર ગઝલ. વાહ..

  7. Anjana bhavsar said,

    February 11, 2021 @ 1:26 PM

    સરસ ગઝલ

  8. Maheshchandra Naik said,

    February 11, 2021 @ 2:54 PM

    સરસ ગઝલ,
    કાં ચરણ ફંટાય છે કે કાં ચાહના
    કેડીઓ ક્યારેય ફંટાતી નથી,
    ખુબ સરસ વાત કરી દીધી,
    કવિશ્રીને અભિનદન……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment