નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

રહ્યો નહીં – ભગવતીકુમાર શર્મા

કર્યો’તો ઉમ્રભર એ ઇન્તજાર પણ રહ્યો નહીં;
તું આવશે કદીક એ વિચાર પણ રહ્યો નહીં.

પ્રતીક્ષા વાંઝણી તો વાંઝણી યે આથમી ગઈ;
ઝરૂખા ઉમ્બરાનો આવકાર પણ રહ્યો નહીં.

જુદા જ કો’ વિકલ્પને કિનારે આવી લાંગર્યો,
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં.

અચેત સૂર્ય વ્યોમમાં છે સ્તબ્ધ મ્લાન ને સ્થગિત;
ચઢાવ ખોટકાયો ને ઉતાર પણ રહ્યો નહીં.

છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ,
સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં.

– ભગવતીકુમાર શર્મા

સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં……… – અદ્દભૂત !!

ગાલિબ યાદ આવી જાય –

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

નકરી શૂન્યતા-સ્તબ્ધતા !!

5 Comments »

  1. Dr Heena Mehta said,

    February 9, 2021 @ 3:49 AM

    ખૂબજ સુંદર રચના!

  2. વિવેક said,

    February 9, 2021 @ 7:16 AM

    કેવી ઉમદા ગઝલ…

    લગાલગાની રવાનીના કારણે રચના વધુ આસ્વાદ્ય થઈ છે.

  3. pragnajuvyas said,

    February 9, 2021 @ 9:25 AM

    અદ્દભૂત ગઝલ
    છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ,
    સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં.
    વાહ

  4. Dhaval Shah said,

    February 9, 2021 @ 11:25 AM

    નિતાન્ત શૂન્યતાની ઉમદા ગઝલ !

  5. Maheshchandra Naik said,

    February 9, 2021 @ 2:11 PM

    ઉદાસીની સરસ ગઝલ,
    સ્વિકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં,
    બધા જ શેર કાબિલે દાદ અને ઉદાસી થી ભરપુર…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment