બસ એ જ સંબંધો સાચા – મુકેશ જોષી
બસ એ જ સંબંધો સાચા,
જેની પાસે સ્વયં ખૂલતી હોય હૃદયની વાચા.
લાલચોળ તડકાઓ જ્યારે જમણો હાથ ઉગામે,
એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે.
સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે ના કાચા.
સમજણનું આકાશ હોય ને હોય સ્મરણની સીડી,
બંને પાસે સાકર તોય બંને જાણે કીડી.
ગમે ત્યાંથી સ્પર્શી, ના તો ક્યાંય અહમૂના ખાંચા.
-મુકેશ જોષી
સંબંધની કદાચ કોઈ સર્વસામાન્ય/સર્વમાન્ય વ્યાખ્યા નથી. ઘણા બધા ફેક્ટર ઉપર તે આધાર રાખે છે. કદાચ સૌથી વધુ આધાર તે વ્યક્તિની પોતાની પ્રજ્ઞા ઉપર રાખે છે. જેમ વ્યક્તિની પ્રજ્ઞા વિકસતી જાય છે તેમ તેની inclusiveness વધતી જાય છે અને એની ફરિયાદો શમતી જાય છે – અહં ના ખાંચા ઓગળતા જાય છે…..પણ ત્યાં સુધી તો………..
Prahladbhai Prajapati said,
February 8, 2021 @ 9:58 AM
સરસ્
pragnajuvyas said,
February 8, 2021 @ 10:07 AM
કવિશ્રી મૂકેશ જોશીનુ મજાનુ ગીત
બસ
એ જ સંબંધો સાચા
જેની પાસે
સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા
ગમે ત્યાંથી સ્પર્શો ,
ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા
બસ એ જ સંબંધો સાચા.
વાહ
સાચા સંબંધોનો સાર કેટલો…..? વગર બોલ્યે ‘વેદના’ વંચાઇ એટલો..આનંદ, પ્રેમ અને સંબંધોને એક તાંતણે બાંધતું અને સાચવતું માનવીનું સાચું સરનામું એટલે ઘર
Maheshchandra Naik said,
February 8, 2021 @ 2:31 PM
સરસ,સરસ…સંબંધોની વ્યાખ્યા સમજાવતી રચના…….