કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

રાતે વિકસે – કિરણસિંહ ચૌહાણ

દિવસે વિકસે, રાતે વિકસે,
વાત તો વાતેવાતે વિકસે.

આનંદ વચ્ચે ઓછી થઈ ગઈ,
એ સમજણ આઘાતે વિકસે.

ચાંદીની ચમચી લઈ જન્મે,
એ કિસ્મતની લાતે વિકસે.

આ ઋણાનુબંધો કેવળ,
માણસાઈના નાતે વિકસે.

દ્રોણ, કરો અર્જુનની ચિંતા,
એકલવ્ય તો જાતે વિકસે.

– કિરણસિંહ ચૌહાણ

મજાની રદીફ ઉપર અદભુત નક્શીકામ ! બધા જ શેર કાબિલે-દાદ થયા છે. સહજ સરળ ભાષા અને ઊંડી વાત એ કવિની લાક્ષણિકતા છે..

8 Comments »

  1. Prahladbhai Prajapati said,

    February 13, 2021 @ 7:06 AM

    સરસ્

  2. pragnajuvyas said,

    February 13, 2021 @ 10:07 AM

    કવિશ્રી કિરણસિંહ ચૌહાણની મજાની ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    દિવસે વિકસે, રાતે વિકસે,
    વાત તો વાતેવાતે વિકસે.
    સુંદર મત્લા
    યાદ આવે
    ધબકે સૂરમાં છલકે વિકસે દિવસ રાત,
    અમારું સપ્તરંગી ગુજરાત.

  3. Anjana bhavsar said,

    February 13, 2021 @ 10:31 AM

    Saras gazal

  4. saryu parikh said,

    February 13, 2021 @ 12:27 PM

    વાહ! ખૂબ સરસ.
    સરયૂ પરીખ

  5. Maheshchandra Naik said,

    February 13, 2021 @ 9:17 PM

    સરસ,સરસ્ ગઝલ
    આનંદ વચ્ચે ઓછી થઈ ગઈ,
    ઍ સમજણ આઘાતે વિકસે,
    આ વાત ઘણુ બધુ કહીજાય છે…….કવિશ્રીને અભિનદન…

  6. Maheshchandra Naik said,

    February 13, 2021 @ 9:19 PM

    સરસ,સરસ્ ગઝલ
    આનંદ વચ્ચે ઓછી થઈ ગઈ,
    ઍ સમજણ આઘાતે વિકસે,
    આ વાત ઘણુ બધુ કહીજાય છે…….કવિશ્રીને અભિનદન…
    આપનો આભાર

  7. Sejal said,

    February 14, 2021 @ 11:07 AM

    વાહ‌..વાહ… થોડામાં ઘણું કહી જાય એવી ગઝલ..

  8. Kamlesh Solanki said,

    February 14, 2021 @ 11:11 PM

    દ્રોણ, કરો અર્જુનની ચિંતા,
    એકલવ્ય તો જાતે વિકસે. વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment