લાંબો આ રાહ ને વળી પડછાયાનાં વનો,
માથે સ્મરણનો ભાર, હજી એકલો છું હું.
– ધર્મેશ ભટ્ટ

હળવે હળવે શીત લહરમાં – તુષાર શુક્લ

હળવે હળવે શીત લહરમાં
ઝૂમી રહી છે ડાળો
સંગાથે સુખ શોધીએ, રચીએ
એક, હૂંફાળો માળો

એકમેકને ગમતી સળીઓ
શોધીએ આપણ સાથે
મનગમતા માળાનું સપનું
જોયું છે સંગાથે
અણગમતું જ્યાં હોય કશું ના
માળો હેત હૂંફાળો….

મનગમતી ક્ષણના ચણ ચણીએ
ના કરશું ફરિયાદ
મખમલ મખમલ પીંછા વચ્ચે
રેશમી હો સંવાદ
સપના કેરી રજાઈ ઓઢી
માણીએ સ્પર્શ સુંવાળો

મઝિયારા માળામાં રેલે
સુખની રેલમ છેલ
એકમેકના સાથમાં શોભે
વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામાં
હોય આપણો ફાળો

– તુષાર શુક્લ

 

ચિત્રકાર જેવી નાજુકાઈથી પીંછી ફેરવે એમ કવિએ જાણે શબ્દોની પીંછી ફેરવી છે !!!

3 Comments »

  1. Pravin Shah said,

    December 29, 2020 @ 9:49 AM

    વાહ, વાહ ! ખૂબ સુન્દર !
    દિલમા રેલમ છેલ થઈ ગઈ !

  2. pragnajuvyas said,

    December 29, 2020 @ 10:26 AM

    મજાનું ગીત
    એમનું આ ગીત વાંચતા જ પ્રેમભરી હૂંફની લાગણીઓ ચારેકોર પ્રસરી ગઈ હોવાની અનુભૂતિ થયા વગર ન જ રહે.!

  3. Maheshchandra Naik said,

    December 30, 2020 @ 10:18 PM

    દિલ બાગ બાગ થઈ ગયુ,…….મઝા આવી ગઈ………
    સરસ ગીત,કવિશ્રી તુષાર શુક્લ ને અભિનદન…….
    આપનો આભાર……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment