શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા,
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે.
રઈશ મનીઆર

(તું મને મળજે) – પરબતકુમાર નાયી ‘દર્દ’

વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે !

કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો,
જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !

ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !

શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !

નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !

– પરબતકુમાર નાયી ‘દર્દ’

સુંદર મજાની ગઝલ. સરળ. સહજ. સંતર્પક. છેલ્લો શેર હાંસિલે-ગઝલ. પ્રેમકથામાં પોતે હાંસિયામાં મૂકી દેવાયેલ છે એ બાબતની કથકને સુપેરે જાણ છે એટલે પોતે પ્રિયજનની કથામાં ક્યાંય નથી એની જાણ હોવા છતાં પ્રિયજન પોતાને કમ સે કમ હાંસિયામાંય સાંકળી લે તો ભયો ભયોની જે આરત શેરમાંથી ચીસ બનીને ઊઠે છે, એ આપણને ભીતર ક્યાંક સ્પર્શી જાય છે!

34 Comments »

  1. Purvi Brahmbhatt said,

    January 20, 2021 @ 3:17 AM

    સુંદર ગઝલ 👌

  2. Sandip Pujara said,

    January 20, 2021 @ 4:15 AM

    ખુબ સરસ ગઝલ

  3. Parbatkumar said,

    January 20, 2021 @ 4:50 AM

    ખૂબ ખૂબ આભાર આદરણીય વિવેકભાઈ
    ખૂબ આભાર સૌનો

  4. Prahladbhai Prajapati said,

    January 20, 2021 @ 5:08 AM

    સરસ્

  5. Vinod manek, Chatak said,

    January 20, 2021 @ 5:09 AM

    સરસ ગઝલ કવિ

  6. લલિત ત્રિવેદી said,

    January 20, 2021 @ 7:03 AM

    વાહ વાહ

  7. Anjana bhavsar said,

    January 20, 2021 @ 7:11 AM

    સરસ ગઝલ…અંતિમ શેર તો વાહ..

  8. Biren said,

    January 20, 2021 @ 7:44 AM

    ખુબ સરસ ગઝલ

  9. Dilip Chavda said,

    January 20, 2021 @ 7:52 AM

    નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
    લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !

    વાહ કવિ
    આખી ગઝલ જોરદાર

  10. Suresh Vithalani said,

    January 20, 2021 @ 7:57 AM

    બહુ જ સુંદર કવિને અભિનંદન. સુંદર લઘુ વિવેચન માટે આપને પણ અભિનંદન.

  11. Kavita shah said,

    January 20, 2021 @ 9:18 AM

    ખૂબ સરસ ગઝલ

  12. કાળા દેવદાસભાઈ said,

    January 20, 2021 @ 9:28 AM

    જબરજસ્ત મિત્ર દર્દ

  13. કેશવ સુથાર said,

    January 20, 2021 @ 1:21 PM

    કાબિલ-એ-તારીફ ગઝલ…👌👌

  14. Harihar Shukla said,

    January 21, 2021 @ 12:12 AM

    ભ્રમરનાં ગુંજનો વચ્ચે કળીની ચીસ ..
    👌💐

  15. Kajal kanjiya said,

    January 21, 2021 @ 12:54 AM

    વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
    ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે.

  16. ansh khimatvi said,

    January 21, 2021 @ 6:49 AM

    nice

  17. ચિંતન પટેલ said,

    January 22, 2021 @ 5:14 AM

    અતિ સુંદર લાજવાબ રચના

  18. pragnajuvyas said,

    January 22, 2021 @ 11:26 AM

    સુંદર ગઝલનો સ રસ આસ્વાદ

  19. રમેશ ખત્રી said,

    January 22, 2021 @ 12:03 PM

    ઉમદા ગઝલ!👌💐

  20. હિંમત સિંહ રાજપૂત said,

    January 22, 2021 @ 12:07 PM

    સુંદર રચના કરી છે તારિફ માટે શબ્દો ખુટી પડે છે

  21. હિંમત સિંહ રાજપૂત said,

    January 22, 2021 @ 12:08 PM

    સુંદર રચના કરી છે

  22. Agan rajyaguru said,

    January 22, 2021 @ 12:17 PM

    વાહ….ખૂબ સરસ ગઝલ

  23. BabuPatel said,

    January 22, 2021 @ 3:11 PM

    સરલ અને સુંદર ગઝલ

  24. Parbatkumar said,

    January 24, 2021 @ 3:20 AM

    આભાર સૌ સ્નેહીઓ

  25. રમેશભાઈ ખત્રી said,

    January 27, 2021 @ 9:16 AM

    સુંદર ગઝલ

  26. અમરતભાઈ માળી said,

    March 4, 2022 @ 3:48 PM

    સરસ

  27. Dinesh Chaudhary said,

    March 4, 2022 @ 3:52 PM

    Awesome

  28. સીમા પટેલ said,

    March 4, 2022 @ 4:23 PM

    વાહ…બધા શેર જોરદાર…મક્તા સવિશેષ ગમ્યો…

  29. નરેન્દ્રભાઈ જગતાપ said,

    March 4, 2022 @ 6:37 PM

    થાક લાગ્યો હોય અને વિસામો મળે તેવી વિસામા સમ ગઝલ
    ખૂબ અભિનંદન

  30. Kamleshsinh Chavda said,

    March 4, 2022 @ 7:32 PM

    very nice 👌

  31. Ashis limbachiya said,

    March 4, 2022 @ 8:54 PM

    ખુબ જ સરસ અને સુંદર રચના કરી છે કવિ સાહેબ

  32. દીપક આર. વાલેરા said,

    March 4, 2022 @ 9:05 PM

    ખૂબ સરસ ગઝલ મઝા આવી

  33. દીપક આર. વાલેરા said,

    March 4, 2022 @ 9:06 PM

    વાહવાહ ખૂબ સરસ

  34. Dr. Alpeshkumar Valand said,

    March 4, 2022 @ 9:30 PM

    ખૂબ સુંદર ગઝલ
    વાહ…..👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment