સર્વસ્વ કૈં ગુમાવ્યાની લાગણી છે, મિત્રો !
પંક્તિ સરસ મળેલી પાછી ભુલાઈ ગઈ છે
નયન દેસાઈ

(હાજર નથી હોતા) – ગુણવંત ઠક્કર ‘ધીરજ

સજાવટ હોય સુંદર તે છતાં સુંદર નથી હોતાં,
છે કારણ એ જ કે સઘળાં મકાનો ઘર નથી હોતાં.

અહીં તો પડતા આખડતા બધું જાતે જ શીખવાનું,
અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા.

સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ,
ખરેખર આપણે જે તે સમય હાજર નથી હોતા.

કોઈ બીજાના જીવનમાં પછી ક્યાંથી એ હોવાના!
ઘણા પોતાના જીવનમાંય જીવનભર નથી હોતા.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ

ચાર શેરથી કામ ચાલી જતું હોય તો ભાવકના માથે પાંચમો ન ફટકારે એવી જવાબદારીથી ગઝલસાધના કરતા કવિની કલમનું એક ઓર નજરાણું આજે માણીએ. કવિએ જે કાફિયા-રદીફ વાપર્યા છે, એ પાયા ઉપર તો કંઈ કેટલીય ગગનચુંબી ઈમારતો ખડી થઈ શકે એમ છે; પણ કવિ સંયમપૂર્વક ચાર મજબૂત શેર આપીને અટકી ગયા છે. ચારેય શેર વાંચતા જાવ એમ વધુ વહાલા લાગતા જાય એવા થયા છે.

23 Comments »

  1. Sandip Pujara said,

    March 13, 2021 @ 1:47 AM

    ખુબ સરસ ગઝલ – ઘણા પોતાના જીવનમાંય જીવનભર નથી હોતા… ક્યા બાત

  2. ગૌરાંગ ઠાકર said,

    March 13, 2021 @ 1:50 AM

    સારા શેર છે.

  3. Kajal kanjiya said,

    March 13, 2021 @ 1:50 AM

    ખરેખર ….ખૂબ સરસ ગઝલ
    અભિનંદન 💐

  4. Anjana bhavsar said,

    March 13, 2021 @ 1:53 AM

    સરસ ગઝલ ગુણવંતભાઈ..અભિનંદન

  5. Gunvant thakkar said,

    March 13, 2021 @ 2:23 AM

    ખૂબ ખૂબ આભાર સાહેબ .. 🙏🙏🙏🌹🌹🌹 લાઈક કરનારા સૌ મિત્રોનો પણ આભાર…

  6. સુનીલ શાહ said,

    March 13, 2021 @ 3:15 AM

    ચારેય દમદાર શેર
    કવિને અભિનંદન

  7. Rajesh hingu said,

    March 13, 2021 @ 3:34 AM

    સરસ ગઝલ

  8. Pragna vashi said,

    March 13, 2021 @ 4:20 AM

    સરસ ગઝલ

  9. મયૂર કોલડિયા said,

    March 13, 2021 @ 4:21 AM

    દમદાર ગઝલ…. વાહ વાહ ને વાહ

  10. Pragna vashi said,

    March 13, 2021 @ 4:21 AM

    સરસ ગઝલ
    અભિનંદન

  11. Paresh Dave said,

    March 13, 2021 @ 4:23 AM

    વાહ, ખુબજ સુંદર ગઝલ

  12. Dr Sejal Dssai said,

    March 13, 2021 @ 4:51 AM

    સરસ ગઝલ

  13. praheladbhai prajapati said,

    March 13, 2021 @ 5:46 AM

    સરસ્

  14. Shah Raxa said,

    March 13, 2021 @ 6:34 AM

    વાહ..ખૂબ સરસ.

  15. DILIPKUMAR CHAVDA said,

    March 13, 2021 @ 11:49 AM

    જોરદાર ગઝલ
    એકે એક શેર દમદાર

  16. લવ સિંહા said,

    March 13, 2021 @ 12:17 PM

    સારી ગઝલ છે

  17. Preeti Purohit said,

    March 14, 2021 @ 1:19 AM

    વાહ, કેટલુ સાચુ.
    કોઈ બીજાના જીવનમાં પછી ક્યાંથી એ હોવાના!
    ઘણા પોતાના જીવનમાંય જીવનભર નથી હોતા.

  18. લલિત ત્રિવેદી said,

    March 14, 2021 @ 10:42 PM

    સરસ… અભિનંદન

  19. બિરેન ટેલર said,

    March 15, 2021 @ 8:25 AM

    વાહ વાહ

  20. MAHESHCHANDRA NAIK said,

    March 15, 2021 @ 11:29 PM

    સરસ ગઝલ, કવિશ્રીને અભિનદન…

  21. pragnajuvyas said,

    March 16, 2021 @ 4:50 PM

    કવિશ્રી ગુણવંત ઠક્કરની સરસ ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ્
    સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ,
    ખરેખર આપણે જે તે સમય હાજર નથી હોતા.
    વાહ્
    યાદ
    જે જગ્યા એ આપણે
    હાજર નથી હોતા ત્યાં
    આપણા ગુણ અવગુણ
    અવશ્ય હાજર હોય છે

  22. Jafar said,

    March 16, 2021 @ 6:16 PM

    बहोत खूब
    Badha j sher adhbhoot chhe

  23. Harihar Shukla said,

    March 22, 2021 @ 1:02 AM

    સરસ ચાર શેર, નરી મોજ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment