(લીલુંછમ મૌન) – મુકુલ ચોક્સી
‘આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે’
– એક નદી જેવો જ ભોળો દોસ્ત કહેતો હોય છે.
મનને એ તારા ઉઘાડું પાડી દેતો હોય છે
આ પવન હોય જ નહીં એ રીતે વહેતો હેાય છે.
સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તોય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે
ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે
જે નદી કાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.
– મુકુલ ચોક્સી
સ્મિત બે અલગ વ્યક્તિઓને એકમેક સાથે જોડતો સેતુ છે, એ આપણે જાણીએ છીએ પણ આ જ વાત કવિ કહે ત્યારે કેવી બદલાઈ જાય છે! ભલે ક્ષીણ થઈ ગયું હોય તોય સંબંધોને પુનર્જીવન આપવાની, જોડી આપવાની સ્મિતની ક્ષમતા કદી ઓછી થતી નથી. ચાર જ શેરની ગઝલ પણ કેવી મજબૂત! બબ્બે ગામનું વેરાન તો મારો અતિપ્રિય શેર!
Parbatkumar said,
November 12, 2020 @ 12:36 AM
વાહ
લીલુંછમ મૌન…..
Vinod Manek Chatak said,
November 12, 2020 @ 1:41 AM
અદભૂત રચના.
જય હો
Neha said,
November 12, 2020 @ 2:23 AM
ખૂબ જ સરસ…
pragnajuvyas said,
November 12, 2020 @ 8:45 AM
સુંદર ગઝલ
સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તોય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે
વાહ
ડૉ વિવેક નો સ રસ આસ્વાદ
Maheshchandra Naik said,
November 12, 2020 @ 7:30 PM
મૌન ને કવિ જ લીલુછમ રાખી શકે છે,
સ્મિતને સેતુ સાથે જોડવાની વાત પણ અદભુત……
કવિશ્રીને અભિનદન,આપનો આભાર….
Poonam said,
November 13, 2020 @ 3:24 AM
સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તોય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે…
– મુકુલ ચોક્સી – Vari jau aa veraniyat par…
preetam lakhlani said,
November 13, 2020 @ 1:28 PM
ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે
જે નદી કાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.
– મુકુલ ચોક્સી…કેટલો અદભૂત શેર છે, કયાં બાત હૈ. કવિ ડૉ. મુકુલ ચોક્સી આખી ગઝલ જ લાજવાબ છે. મજા આવી ગઈ
મયૂર કોલડિયા said,
November 15, 2020 @ 2:02 AM
વાહ કવિ વાહ…. કયા બાત…
ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે
જે નદી કાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.