(તમને મળે!) – ખલીલ ધનતેજવી
જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!
યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!
એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!
મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે
આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!
જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!
એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!
– ખલીલ ધનતેજવી
મજાની ‘ખલીલ’ બ્રાન્ડ ગઝલ…
Mahendra S.Dalal said,
November 6, 2020 @ 7:09 AM
ખુબ સરસ,ક્યા બાત હૈ ખલિલ ભાય
Harihar Shukla said,
November 6, 2020 @ 8:37 AM
ખરેખર ખલિલ બ્રાન્ડ જ!
જો વિડીઓ પઠન પણ હોત તો વળી મોજ 👌💐
pragnajuvyas said,
November 7, 2020 @ 10:46 AM
કવિશ્રી ખલીલ ધનતેજવીની સંઘેડા ઉતાર ગઝલ તમને મળે
યાદ અપાવે
ર.પાની ગઝલ
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
Prahladbhai Prajapati said,
November 8, 2020 @ 1:56 AM
ભવ્ય ,સુન્દર ,અએવોસ્મ