ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે છે આવી રોજેરોજ એ શાથી ટપાલમાં ?
વિવેક મનહર ટેલર

(ડરે છે) – ડૉ. હરીશ ઠક્કર

મહદ્દઅંશે લોકો સજાથી ડરે છે
કોઈ કોઈ છે જે ગુનાથી ડરે છે

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે

ન ઇચ્છે કદી પણ બૂરું કોઈનું જે
ગ્રહો એની માઠી દશાથી ડરે છે

બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે

જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?

ડરી જાઉં હું જો તો લોકો શું કહેશે?
ઘણાં માત્ર એ ધારણાથી ડરે છે.

– ડૉ. હરીશ ઠક્કર

ડર માનવમનનો અવિભાજ્ય હિસ્સો છે. કોઈને કોઈ કારણે, કોઈને કોઈ વસ્તુનો કોઈને કોઈ સમયે આપણને ડર લાગતો હોય છે. કવિએ આપણા ડરના નાનાવિધ આયામો પ્રસ્તુત ગઝલમાં સુપેરે ઉજાગર કર્યા છે. સજાનો ડર ન હોય તો ભાગ્યે જ કોઈ મનુષ્ય ગુનો કરતાં ડર અનુભવે એ વાત મત્લામાં કેવી સ-રસ રીતે પ્રત્યક્ષ થઈ છે! સરવાળે આખી રચના આસ્વાદ્ય થઈ છે.

9 Comments »

  1. Sandip Pujara said,

    October 31, 2020 @ 1:36 AM

    વાહસરસ ગઝલ છે 
    અભિનંદન હરીશભાઈ

  2. પૂર્વી said,

    October 31, 2020 @ 4:30 AM

    ખૂબ સરસ ગઝલ
    મત્લા 👌👌👌

  3. pragnajuvyas said,

    October 31, 2020 @ 11:22 AM

    સરસ ગઝલ સ રસ આસ્વાદ
    ડરી જાઉં હું જો તો લોકો શું કહેશે?
    ઘણાં માત્ર એ ધારણાથી ડરે છે.
    વાહ
    ભગવતગીતાનો સાર એક જ શબ્દમા કહેવો હોય તો તે અભય
    અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ |
    દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્
    આ ગઝલમા ડર વિષે સમજતા અભય તરફ જવાની પ્રેરણા મળે છે

  4. Maheshchandra Naik said,

    October 31, 2020 @ 3:03 PM

    સરસ રચના,
    ડર આપણા જીવન સાથે ઓતપ્રત થયેલી વાત છે,
    જીવનમાથી ડરને દુર કરવો જ રહ્યો,
    કવિશ્રીને અભિનદન,
    આપનો આભાર…..

  5. Aadifkhan said,

    October 31, 2020 @ 3:07 PM

    ख़ूबसरस ग़ज़ल थाई छे वाह वाह

  6. Harihar Shukla said,

    October 31, 2020 @ 9:39 PM

    વાહ વાહ ડરની ધારણાનો પણ ડર!👌💐

  7. Kajal kanjiya said,

    November 1, 2020 @ 3:19 AM

    એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને
    હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે.

    વાહ વાહ 👌

  8. ડરે છે – અમૂલ્ય રત્નો said,

    November 1, 2020 @ 5:39 PM

    […] From, https://layastaro.com/?p=18059 […]

  9. Anant A Dave said,

    November 13, 2020 @ 3:55 AM

    આ ગઝલ ક્યા છંદ માં છે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment