પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

કૃષ્ણ – કમલા દાસ (અનુ. વિવેક મનહર ટેલર)

તારી કાયા મારી કેદ છે, કૃષ્ણ,
તારાથી આગળ હું જોઈ શકતી નથી.
તારી કાળાશ મને આંધળી બનાવી દે છે,
તારા પ્રેમવચન શાણી દુનિયાના કોલાહલને ઢાંકી દે છે.

– કમલા દાસ

માણસ પ્રેમમાં હોય ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમ અને પ્રેમી જ દેખાય. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી પણ નથી. પ્રેમમાં માણસ પ્રેમીની આંખ અને પાંખ પહેરી લે છે એટલે પ્રેમી જે જુએ એ જ જોઈ શકાય છે, અને પ્રેમી ચાહે એટલું જ ઊડી શકાય છે. કમલા દાસની આ ટૂંકી ટચરક કવિતા આમ તો કૃષ્ણપ્રેમની છે, પણ એ માત્ર કૃષ્ણ પૂરતી સીમિત નથી… વાત વયષ્ટિની છે, પણ સમષ્ટિને સમાવી લે છે… જો કે કૃષ્ણ તો આમેય સૃષ્ટિપુરુષ, યુગપુરુષ છે…

Krishna

Your body is my prison, Krishna,
I cannot see beyond it.
Your darkness blinds me,
Your love words shut out the wise world’s din.

– Kamala Das

6 Comments »

  1. pragnajuvyas said,

    September 17, 2020 @ 10:59 AM

    કૃષ્ણ પ્રેમની ભાવભીની રચના
    ‘વાત વયષ્ટિની છે, પણ સમષ્ટિને સમાવી લે છે… જો કે કૃષ્ણ તો આમેય સૃષ્ટિપુરુષ, યુગપુરુષ છે,
    ડૉ વિવેકનો… સ રસ આસ્વાદ

  2. Dilip Chavda said,

    September 17, 2020 @ 11:30 AM

    ટૂંકા કાવ્યમાં ઘણી ઊંડી વાત..
    એન્ડ આસ્વાદ પણ મજેદાર,
    કૃષ્ણમય થઈ જવાય એવું સુંદર કવિતા

  3. Poonam said,

    September 18, 2020 @ 12:15 AM

    શાણી દુનિયાના કોલાહલને ઢાંકી દે છે. ( Shani ne Faani Duniya )
    – કમલા દાસ 👌🏻

    શ્યામ તત્ત્વ,અસીમ છે…

  4. હરિહર શુક્લ said,

    September 19, 2020 @ 2:37 AM

    બહુ સરસ 👌
    your darkness blinds me
    “what a blinding darkness!👌

  5. સ્મિત said,

    September 23, 2020 @ 12:55 PM

    મને લાગે છે કે આ કૃષ્ણ પ્રેમ ને બદલે કૃષ્ણ માત્ર એક પાત્ર છે અને આપણે થોડા ભગવાન ભક્તિ માં સલવાઇ ગયા છીએ એવું બતાવતી કવિતા છે. નાસ્તિકતા થોડી દર્શન દેતી હોય એ રીતની.
    કવયિત્રી કૃષ્ણ થી આગળ જોઈ શકતી નથી. ત્યાં જ અટકી ગઈ છે. કોરોના ની રસી શોધવી હોય તો મા ત્ર કૃષ્ણ પ્રેમ ન ચાલે. એ રિતનું કશુંક. એ માટે ભણવું અને રિસર્ચ કરવું પડે જે ભગવાન બધું કરી દેશે વાળો સંતોષ લેનારા ન કરી શકે.

    તારા પ્રેમવચન શાણી દુનિયાના કોલાહલ ને શાંત કરી દે છે. મતલબ કે ભક્તિ કરનારા ભક્તો બસ જે સાંભળવું ગમે છે એ પ્રેમવચન સાંભળીને બધું ભૂલી જાય છે. કોઈ બુદ્ધિશાળી વાત કરે તો એ અવગણવા લાગે છે ભક્ત. મને તો આમાં સુક્ષ્મ કટાક્ષ દેખાઈ રહ્યો છે. પછી વાચકો સંમત ન થાય એવું બની શકે.

    આટલી સરસ કવિતા આપવા બદલ વિવેકભાઈ નો આભાર.

  6. વિવેક said,

    September 24, 2020 @ 1:32 AM

    પ્રત્યેક કવિતા ભાવકે-ભાવકે અલગ અનુભૂતિ બક્ષે છે. આપને જે સમજાયું એ આપનું સત્ય. અન્યોને જે સમજાયું એ અન્યોનું સત્ય. મને જે સમજાયું એ મારું સત્ય.

    કોઈ સંમત થાય કે ન થાય એથી શું ફરક પડે છે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment