ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
અંકિત ત્રિવેદી

જીવવાનું છે….-રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

-રઈશ મનીઆર

મક્તા પર મુગ્ધ થયો….જો કે બધા જ શેર માતબર….

6 Comments »

  1. NARESH SHAH said,

    September 15, 2020 @ 11:58 AM

    Raish-bhai,
    Thanks for excellent spiritual Ghazal.
    If you add “ni” to “sraddha” in the last stanza,
    it becomes congruent with other stanzas and
    also becomes more “singable” Just a polite
    thought to an outstanding poet like you.
    Best Regards,
    Naresh
    તું સાચું બોલજે, ઈશ્વર ! તને શ્રદ્ધા છે માણસ પર ?
    ને માણસજાતને આ શ્રદ્ધાની સાથે જીવવાનું છે.

  2. Maheshchandra Naik said,

    September 15, 2020 @ 8:47 PM

    ઘણુ છોડી પછી થોડાની સાથે જીવવાનુ છે,
    ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનુ છે.
    આખી ગઝલ જબરજસ્ત છે…….
    કવિશ્રી રઈશભાઈને અભિનદન
    આપનો આભાર……

  3. raeesh maniar said,

    October 9, 2020 @ 12:58 AM

    છેલ્લી પંક્તિમાં “ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે” આવશે. ટાઈપભૂલ થઈ લાગે છે. સુધારીને વાંચશો.
    રઈશ મનીઆર

  4. વિવેક said,

    October 9, 2020 @ 1:25 AM

    @ રઈશભાઈ:

    આ પૉસ્ટ તીર્થેશે કરી હતી… ધ્યાન દોરવા બદલ આભાર… ભૂલ સુધારી લીધી છે…

  5. વિવેક said,

    October 9, 2020 @ 1:29 AM

    @ રઈશભાઈ:

    ઇન્ટરનેટ પર જ્યાં જ્યાં આ રચના છે, ત્યાં બધે છેલ્લા શેરમાં આ ભૂલ રહી ગઈ છે. ટહુકો પર પણ આ ક્ષતિ રહી ગઈ છે, જે હું સુધારી લઉં છું…

  6. ashok khandol said,

    December 5, 2021 @ 9:15 PM

    રઈશ ભાઈ મારે આ ગઝલ નો અર્થ સમજવો છે. આપ સુ કહેવા માંગો છો એનો ભાવાર્થ સમજવો છે. આપ વિચાર વિસ્તાર કરશો . બાકી આપની દરેક રચના અદ્ભૂત. સાદાર વંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment