ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા
આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી
– મનોજ ખંડેરિયા
ધીરગંભીર ગીત…..જળથી ભીનાશ અળગી થઈ જાય !!! – વાહ !!
DINESH said,
September 14, 2020 @ 6:21 AM
Sir/Madam
I would Like To Post Our Kutchi Poet,Author’s Posts In Layastaro
so please guide me. Thanks
Regards,
Dinesh Gogari
9821049267
—————————
કુંજલ મ છડ તું કચ્છડેકે,
તૉકે વલા ન વિસરધા મૂર.
વતન મ છડ તું વલપજો,
મ વિઞ કચ્છડે નું કિતે ડૂર.
“અગમ”
—————————-
(સંગર)
નજર સેં રોંને નામી.
—— —– ——–
અલખ આંઞે ગિન અખમેં, નજર સેં રોંને નામી,
કુડાઇ તૉજી કુટાજી વેંધી,સચાઈ અચીંધી સામીં,
ભેખ પૅરે ગિન ભગતીજી,કુટજો મ ભન કામી,
સંસારજી ખુટી સિકમેં, ઘટમેં મ ભોગ ગુલામી.
ખુધાજી નાંય ખામી.
વાટ જલ વેરાગજી.
વાટ જલ વેરાગજી,ઑતાક મિલધો અલખજો,
કાયા ભનધી કસ્તૂરી,મોભી ભનને મુલકજો,
લિફૂં મિડે લંગે વિઞ,વલો ભનીને વખતજો,
તાંણ કઢી વિજ તન મિજા,તાની ભની તલભજો,
ખલકો પૅર ખફણજો,
નામી રોંધો નામગો,
નામી રોંધો નામગો,જીયણ થીંધો જભરો,
સિક રખી ગિન સાંઈ જી,નામી થીને નિમરો,
આતમ તૉજો ઉજડો રોંધો,ભજી વેંધો ભમરો,
આડસ કઢ અંઙ મિજા,વેરાજો મ વિઞાય વારો,
અલખ વિગર નાંય આરો.
“અગમ”ચેં જોત જાગાય જિંધમેં.
આસમલ ધુલિયા”અગમ”
—————————————–
સવારે પાણ મિલબો,
ઈ વિચાર મુંજી અજકે
ધજ ધજ ભનાય છડેં એં.
ગુલાબ
—————————-
કલ્પનાએં કે લિખાણ
ડેણૂં સુગમ અય .
ભાવનાએં કે લિખાણમેં
ઉતારણૂ ઇતરો જ
અઘરો અય .
સતત વાચન અને
મનનસેં ઇ ખોટ પૂરી
થૈ સગેતી .
ભાનુબેન
————————
ગજેતાં
કીં પ નાય ક્યોં તૉએ, નાં અસાંજા ગજેતાં
જિણજિણજે મોંએ,નાં અસાંજા ગજેતાં
વૅ ભલે અભમેં વડર,ને પિંઢમેં પ્યાં ભૂટકે
કડ઼ાકે ભડ઼ાકે પૉએ ,નાં અસાંજા ગજેતાં
જુવાર બાજરું નીંગલીયૂં,મથા ઢક ડિસૂતાં
સીમાડ઼ે ગોફણે ગાએં,નાં અસાંજા ગજેતાં
ભૂંભાટ કઈંધા ઊડેતા,રાફેલ તેજસ ભેગા
ધૂસમન ધ્રૂજે બૉએ,નાં અસાંજા ગજેતાં
સત અસતજા લેખા જોખા,રાત ડીં ખણેતાં
કાંત કરમજે ડોએ, નાં અસાંજા ગજેતાં
pragnajuvyas said,
September 14, 2020 @ 4:00 PM
કવિશ્રી મનોજ ખંડેરિયાનુ મધુરું ગીત
ડૉ તીર્થેશનો ટુંકો મધુરતમ આસ્વાદ .
જળથી ભીનાશ અળગી થઈ જાય !!!
વાહ્
યાદ આવે ગનીચાચાજી
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.