અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
સુંદરમ્

શેર – કૈલાશ પંડિત

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

– કૈલાશ પંડિત

જાણે કેમ કેટલા વખતથી આ શેર મનમાં ગૂંજ્યા જ કરે છે….આ શેર સાથે બહુ જૂનો નાતો છે, ઘણીવાર આ શેરની ઝાટકણી કાઢતા અભિપ્રાય પણ વાંચ્યા છે, પણ આ શેરના તાર્કિક ગુણ-દોષ તેમજ તેમાં રહેલી મૂળ વાતની ફિલોસોફિકલ યથાર્થતાને બાજુ એ મૂકીને માત્ર શેરને જ માણીએ….મને હંમેશા આ શેર યાદ આવે તે સાથે દેવદાસ યાદ આવે – હૂબહૂ દેવદાસની મનોવૃત્તિ આલેખતો શેર છે આ ! પણ એવું બનતું નથી, લાગણી તો ખૂબ હતી પારોના હ્ર્દયે પણ તે પાછી ન આવી….ન જ આવે ! માત્ર લાગણીથી સંબંધ ક્યાં ટકે !!?? લાગણી સાથે સન્માન જોઈએ,કમિટમેન્ટ જોઈએ,લાગણીની કદર જોઈએ….સંબંધ બહુ જ નાજૂક તંતુ છે, અને અત્યંત મજબૂત તંતુ પણ છે…..ઈશ્વર બધા ગુના માફ કરતો હશે પણ કોઈ પ્રેમાળ દિલને ઠેસ પહોંચાડવાનો ગુનો કદી માફ નહીં કરતો હોય…..

2 Comments »

  1. હરિહર શુક્લ said,

    September 8, 2020 @ 7:01 AM

    વાહ મોજ 👌

  2. pragnajuvyas said,

    September 8, 2020 @ 1:55 PM

    શબ્દો આંખ સામે આવતાં જ કાનમાં સ્વરો ગુંજવા લાગ્યા..
    ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,… કૈલાસ પંડિતજીની આ ગઝલ ગુજરાતી ગઝલનું સદાબહાર નજરાણું છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય.શ્રી મનહર ઉધાસની પ્રથમ ગઝલ આ જ છે જેનાં માધ્યમે એમણે ગુજરાતી ગઝલ ગાયનમાં પદાર્પણ કર્યું.
    તેમા આ
    ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
    હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…
    પંક્તિઓ અસરકારક છે.
    તેમા ડૉ તીર્થેજીના આસ્વાદની આ વાત ‘માત્ર લાગણીથી સંબંધ ક્યાં ટકે !!?? લાગણી સાથે સન્માન જોઈએ,કમિટમેન્ટ જોઈએ,લાગણીની કદર જોઈએ….સંબંધ બહુ જ નાજૂક તંતુ છે, અને અત્યંત મજબૂત તંતુ પણ છે’ સટિક છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment