જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

છોડવું નથી….– ભગવતીકુમાર શર્મા

આખું ભલે હો ગામ અભણ છોડવું નથી,
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી.

રેતીનું ભીનું ભીનું કળણ છોડવું નથી,
મૃગજળના ડરથી મારે આ રણ છોડવું નથી.

છેલ્લી ઘડીનું મારે નથી છોડવું શરણ,
આવ્યું છે હોંશથી તો મરણ છોડવું નથી.

કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઉગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી.

તૃષ્ણા, મિલન-વિરહની હવે ક્યાં કશી રહી?
હા, અંત લગ આ નામ શરણ છોડવું નથી.

– ભગવતીકુમાર શર્મા

2 Comments »

  1. હરિહર શુક્લ said,

    September 8, 2020 @ 7:03 AM

    👌💐

  2. Maheshchandra Naik said,

    September 8, 2020 @ 10:44 PM

    મુર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમારની આ રચના ખુબ યાદગાર રચના અત્યન્ત વેદના સભર અને ભાવવાહી બની રહી …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment