બે હાઇકુ – રવીન્દ્ર પારેખ
સવાર
ઊંચકી લીધો
સૂર્યને દરિયેથી
ત્યારે સળગ્યો !
*
સાંજ
ઉતારી દીધો
સૂર્યને દરિયામાં
ત્યારે હોલાયો !
– રવીન્દ્ર પારેખ
રોજ જ નજરે ચડતી ઘટના કવિના ચશ્માંથી જોવામાં આવે તો કેવી નવતર દેખાય છે! પાણી અને સૂર્યની તેજસ્વિતાનો આટલા ઓછા શબ્દોમાં આટલો મજાનો પ્રયોગ ભાગ્યે જ થયો હશે..
હરિહર શુક્લ said,
August 14, 2020 @ 12:34 AM
વાહ વાહ સવાર અને સાંજ 👌
Ravindra parekh said,
August 14, 2020 @ 1:56 AM
વિવેકભાઈ,મારાં હાઈકુને સ્થાન આપવા બદલ તમારૂં હૃદયપૂર્વક આભાર માનું છું. મારી કૃતિને ઉઘાડી આપી તેથી આનંદ થયો.વધારે તો મિત્રો કહે તેની પ્રતીક્ષા.
રવીન્દ્ર પારેખ
Dipak Naik said,
August 14, 2020 @ 6:24 AM
વાહ.
Rohit Kapadia said,
August 14, 2020 @ 7:55 AM
સવાર અને સાંજ એક નવા દ્રશ્ટીકોણથી. સુંદર. ધન્યવાદ
pragnajuvyas said,
August 14, 2020 @ 10:59 AM
વાહ
સવારે
…
ઉગતા સૂર્યે-
વેરાયો પૂર્ણ ચંદ્ર
પ્રકાશે જગ !
સાંજ
….
આથમ્યો સુર્ય
સાગરમાં, વરાળે
સર્જ્યા વાદળો !
Pravin Shah said,
August 14, 2020 @ 1:53 PM
ખૂબ સરસ !
બિરેન said,
August 15, 2020 @ 11:04 AM
જોરદાર
ગૌરાંગ ઠાકર said,
August 27, 2020 @ 10:30 AM
અદભુત કવિતા…