સમય – રાજેશ રાજગોર
સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે?
મરે જો મન સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે.
સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે
સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
કશુંક આવી રહ્યું તો છે કશુંક જઈ પણ રહ્યું તો છે
સમય છે કે જીવન છે આ સમજવાની સમસ્યા છે.
જીવે માણસ વીત્યા પળમાં કરી ચિંતા નવા પળની
સમયની આ જ પળમાં જીવવું “રાજન” તપસ્યા છે
– રાજેશ રાજગોર
સમય વિશે મજાની મુસલસલ રચના. ધીમે રહીને મમળાવવા જેવી…
Pravin Shah said,
October 8, 2020 @ 9:24 AM
Saras..
pragnajuvyas said,
October 8, 2020 @ 11:54 AM
નઝમનુમા ગઝલ ખરેખર સુંદર રહી
જીવે માણસ વીત્યા પળમાં કરી ચિંતા નવા પળની
સમયની આ જ પળમાં જીવવું “રાજન” તપસ્યા છે
વાહ્
આ સંસારમાં બધુ સમય ઉપર જ નિર્ભર કરે છે.સમય ની પહેલા પણ કોઈ કશું નથી મેળવી શકતા અને સમય ચાલ્યો જાય પછી પણ કોઈ કશું નથી મેળવી શકતું માટે સમયની સાથે જ ચાલવું પડે છે. જો આપણી પાસે સમય સદઉપયોગ કરવાની આવડત નથી તો આપણી પાસે કશું જ નથી.