નોખી માટીની એક જોગણ વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર,
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
-પારુલ ખખ્ખર

(સહેલું નથી હોતું !) – આબિદ ભટ્ટ

દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,
સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું!

દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,
નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

પડે દીવાલ જો, આખી ચણી હું એક ચપટીમાં,
તિરાડો પૂરવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

અમે તો જન્મ દેનારા, સવાલો પર સવાલોને,
ઉકેલો લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

સુગંધો મોકલી ફૂલો ગજબની ચાલ ચાલ્યા છે,
હવા ને ચૂમવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

જુઓ મારી હથેળીમાં ઊગ્યું તે સર્વ મારું છે,
મળ્યું તે છોડવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

– આબિદ ભટ્ટ

પરંપરાનો મિજાજ જાળવી રાખતી મજાની ગઝલ…

3 Comments »

  1. pragnajuvyas said,

    September 26, 2020 @ 10:05 AM

    આબિદ ભટ્ટની મઝાની ગઝલનો સરસ મક્તા
    પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
    બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !
    વાહ
    યાદ આવે આહિરની રચના
    કિનારે પહોંચવું કંઈ સહેલું નથી હોતું,
    સાગરને મોઢે પણ ફીણ આવી જાય છે.
    હૃદય એમ કંઈ સહેલું નથી હોતું કોઈના હૃદય સુધી પહોંચવું,
    એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે ! –

  2. Maheshchandra Naik said,

    September 26, 2020 @ 6:33 PM

    સરસ,સરસ,બધા જ શેર કબિલે દાદને લાયક છે…..
    કવિશ્રીને અભિનદન….
    આપનો આભાર….

  3. હરિહર શુક્લ said,

    September 29, 2020 @ 6:27 AM

    👌
    આબિદ સુરતીની સર રીઆલિસ્ટ નવલકથાઓ વાંચી હતી, હવે ભટ્ટને ય વાંચ્યા💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment