પરસેવો – ગૌરાંગ ઠાકર
ક્યાંક સિદ્ધિમાં ન્હાય પરસેવો
ક્યાંક જળમાં તણાય પરસેવો
કામમાં આવી જાય પરસેવો
નવરા હો તોય થાય પરસેવો
દુનિયા ઝાકળ કહે છે એને, પણ
દોસ્ત! ખીલવામાં થાય પરસેવો
ફક્ત ભીનું જ હોય તો સૂકવું
બોલ, તડકે મૂકાય પરસેવો?
ચમકે પરસેવાથી જ જીવન પણ
તો શું? પહેરી ફરાય પરસેવો?
આજનો કાલે કામ લાગે છે
તેથી ભેગા કરાય પરસેવો?
આપ થોડો તો પાડો પરસેવો
તો કવિનો કળાય પરસેવો
– ગૌરાંગ ઠાકર
પરસેવા જેવી અરુઢ રદીફ અને આવી મજાની સંઘેડાઉતાર ગઝલ! ભાઈ વાહ! માણસ નવરો બેઠો હોય અને માત્ર ગરમીના કારણે પરસેવો થાય એ વાતને પરસેવો મહેનત કરે છે કે ‘ઓન-ડ્યુટી’ છે એ રીતે જોવાનો નજરિયો જ માન જન્માવે છે. ઝાકળ ફૂલોની મહેનતનું પરિણામ છે એ કલ્પન પણ કેવું અનૂઠું! પરસેવો ભીનો છે પણ જ રીતે ભીની વસ્તુને સૂકવવા આપણે તડકે મૂકીએ છીએ એ રીતે પરસેવાને તડકે મૂકાય? કેવી મૌલિક અભિવ્યક્તિ છે! બધા જ શેર સારા છે પણ રદીફ-દોષ થયો હોવા છતાં કવિતાને પામવા માટે ભાવકે પણ પુરુષાર્થ કરવો ઈષ્ટ હોવાની વાત કરતો આખરી શેર શિરમોર થયો છે.
Rina said,
July 17, 2020 @ 3:18 AM
Waaaaaahhhh
નેહા said,
July 17, 2020 @ 3:23 AM
બધા જ શેર મજાના થયા છે.. અભિનંદન ગૌરાંગભાઈ, આભાર લયસ્તરો.
Anjana bhavsar said,
July 17, 2020 @ 3:24 AM
ખૂબ સરસ ગઝલ..
Anjana bhavsar said,
July 17, 2020 @ 3:24 AM
ખૂબ સરસ ગઝલ..ગૌરાંગભાઈ
Gaurang Thaker said,
July 17, 2020 @ 5:22 AM
મારી ખૂબ જ ગમતી ગઝલને ગુજરાતી કવિતા સાહિત્યની એક અગત્યની અને પ્રતિષ્ઠિત વેબ સાઈટ લયસ્તરો ડૉટ કૉમ પર સ્થાન આપવા માટે કવિશ્રી વિવેક ટેલરનો અને સહ્રદયી મિત્રોનો આભારી છું..
Mahendra S.Dalal said,
July 17, 2020 @ 8:45 AM
વાહ વાહ ક્યા બાત હૈ.
pragnajuvyas said,
July 17, 2020 @ 10:11 AM
ક્યાંક સિદ્ધિમાં ન્હાય પરસેવો
ક્યાંક જળમાં તણાય પરસેવો
વાહ
મત્લામા જ મોટી વાત કહી.
“સિદ્ધિ તેને જઈને વરે,
જે પરસેવે ન્હાય.” જેની વારંવાર સલાહ આપતા
સુંદર ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
સાથે મઝાની વાત કે સર્જકના અનેક અફલાતુન ગઝલોમા આ સર્જન ને માટે કહે-‘મારી ખૂબ જ ગમતી ગઝલ…’ખૂબ મઝાની વાત.સાથે અમારી આશા કે સર્જકની આ સર્જન વખતે કેવી અનુભિતી હતી તે વિષે જણાવે તો આનંદ થશે.
Kajal kanjiya said,
July 19, 2020 @ 4:39 AM
👌👌👌
yogesh tailor said,
July 23, 2020 @ 6:28 AM
મજા આવેી ગઇ