એક તો આ…..- ખલીલ ધનતેજવી
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
– ખલીલ ધનતેજવી
pragnajuvyas said,
July 7, 2020 @ 11:42 AM
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
વાહ મઝાનો મત્લા
જિંદગી માં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે. કોઈ ને ઓછી ઉમર માં સફળતા મળી જાય છે તો કોઈ લાંબા સમય સુધી સફળ નહીં થઈ શકતા.આટલું જ નહીં કેટલા ને તો સફળ થવામાં આખી જિંદગી નીકળી જાય છે. આ કહેવત તો તમે સાંભળીજ હશે કે મહેનત કરવા વાળા ને મોડી જ પણ સફળતા મળી ને જ રહે છે.પરંતુ નિષ્ફળ થવાના દર થી આપણે ઉમ્મીદ તો નથી છોડી શકતા. દરેક સફળ વ્યક્તિ ના પાછળ અસફળતા ની કોઈ ની કોઈ કહાની જરૂર હોય છે.
મક્તામા વેદના સંભળાય્…
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
Monal Shah said,
July 18, 2020 @ 10:28 AM
સરસ!