બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.
ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો
– નેહા પુરોહિત

નિવેદન – જગદીશ જોષી

માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….

વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….

-જગદીશ જોષી

અંતે તો એ જ રહે છે……’ મૈં, ઔર મેરી તન્હાઈ…..’

3 Comments »

  1. વિવેક said,

    July 1, 2020 @ 2:57 AM

    સાદ્યંત સુંદર રચના…

    કેવી સલૂકાઈથી કવિએ પોતાની વાત રમતી મૂકી છે!

  2. Prahladbhai Prajapati said,

    July 1, 2020 @ 10:33 AM

    સરસ્

  3. pragnajuvyas said,

    July 1, 2020 @ 12:08 PM

    જગદીશ જોષીની સ રસ રચના
    તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
    મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
    એક તને જ કહી શકું છું:
    I’d rather be alone….
    વાહ્
    એકલા હોવું એટલે જ એકલતા એવું નથી. ક્યારેક બધાની સાથે હોવા છતાં પણ માણસ એકલો હોય છે. રોજની એક જેવી જિંદગીના કારણે જીવન એકલતામય બની જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment