લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
વિવેક મનહર ટેલર

હવે બોલવું નથી – સૈફ પાલનપુરી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

‘સૈફ’ પાલનપુરી

 

……..હવે બોલવું નથી……

3 Comments »

  1. pragnajuvyas said,

    June 30, 2020 @ 11:54 AM

    આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી
    રૂપાળું એ એક નામ, હવે બોલવું નથી.
    અફલાતુન મત્લા
    બોલ્યા વિના કહીએ આંખો વડે
    ધન્યવાદ ‘સૈફ’ પાલનપુરી

  2. વિવેક said,

    July 1, 2020 @ 2:58 AM

    ખૂબ જાણીતી અને સુંદર ગઝલ…

  3. Prahladbhai Prajapati said,

    July 1, 2020 @ 10:32 AM

    સુન્દર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment