તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
હિતેન આનંદપરા

એકલતાનું સરોવર – સુરેશ દલાલ

મારામાં ઊગે ને મારામાં આથમે
એ ઝાડવાંને કેમ કરી ઝાલું જી રે ?
લીલાંછમ પાંદડાં કરમાયાં એવાં
કે આ મેળામાં કેમ કરી મ્હાલું જી રે ?

મારામાં વાદળાં ઘેરાય ને વીખરાય :
જળને હું કેમ કરી ઝીલું જી રે ?
એકલતાનું આ સરોવર ઊભરાય
હું કમળ થઈને કેમ ખીલું જી રે ?

સૂની આ ગલીઓ ને સૂનાં મકાન છે :
એમાં જઈને કેમ મારે વસવું જી રે ?
આંખોમાં આંસુને સંતાડી રાખ્યાં
પણ કેમ કરી હોઠેથી હસવું જી રે ?

ચહેરો ઉતારું ને મ્હોરાને પહેરું :
મ્હોરું પહેરીને કેમ જીવવું જી રે ?
પૃથ્વીની પથારી પીંજાઈ ગઈ
ને ચીંથરેહાલ આભ કેમ સીવવું જી રે ?

– સુરેશ દલાલ

 

જાયેં તો જાયેં કહાં….સમઝેંગા કૌન યહાં દર્દભરે દિલકી ઝુબાં…..

1 Comment »

  1. pragnajuvyas said,

    June 17, 2020 @ 11:01 AM

    મા સુરેશ દલાલનુ મધુરું ગીત,
    મારામાં વાદળાં ઘેરાય ને વીખરાય :
    જળને હું કેમ કરી ઝીલું જી રે ?
    એકલતાનું આ સરોવર ઊભરાય
    હું કમળ થઈને કેમ ખીલું જી રે ?
    અ દ ભુ ત
    યાદ આવે મા ભગવતીકુમાર શર્મા નું
    અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો
    પરપોટે બરપોટે ક્યાંથી દરીયો બરીયો?
    કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્
    અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો …
    અમારા જેવા મોટી વયના અને એનાથી નાની વયનાની સાથે એક જ સીલીંગ નીચે જીવતાં રક્તસમ્બન્ધીઓ સાથે જીવતો માણસ એકલતાની ઘુટનથી બચી શકે છે. ત્યારે એકલા જીવવાનું છે અને જીન્દગી સુર્યાસ્ત તરફ ઢળી રહી છે; ત્યાં એકલતા, ભીંસી નાંખે એવી એકલતા શાંત ‘બેકલતા’ જ્યારે અશાંત‘એકલતા’ બની જાય છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment