(ભૂલ કરી છે ભારી) – જુગલ દરજી
ભૂલ કરી છે ભારી,
અંગત જે કંઈ હતી વેદના વાણીમાં આકારી.
હવે નહીં રહે લાગણીઓને માન,મહત્તા,મોભો.
હવે દિલાસા રૂપે જળમાંથી ભરવાનો ખોબો!
અભિવ્યક્ત થાવાની કિંમત કેવળ બસ લાચારી!
૦ભૂલ કરી છે ભારી
‘થયું’, ‘થશે’,થાવાની અવઢવ ગઈ હાથથી છટકી,
જાણે કૂણી ડાળ ઝાડથી ઓચિંતી ગઈ બટકી!
શુષ્ક થવાની આખ્ખી ઘટના ઘટી ગઈ અણધારી
૦ભૂલ કરી છે ભારી
– જુગલ દરજી
અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઘણીવાર વાત આપણા હાથમાંથી નીકળી ગયેલી અનુભવાય છે. લાગણી એનું ખરું મૂલ્ય ખોઈ બેસે છે અને પછી દિલાસો વ્યક્ત કરવા સિવાય કશું બચતું નથી. કવિમિત્ર જુગલ દરજીએ આ વાતને કેવી સ-રસ રીતે ગીતમાં આકારી છે!
સુનીલ શાહ said,
June 18, 2020 @ 4:03 AM
સુંદર અભિવ્યક્તિ..
કવિને અભિનંદન
Kajal Kanjiya said,
June 18, 2020 @ 4:31 AM
બાંધી મુઠ્ઠી લાખની ખૂલી ગઈ તો રાખની
ખૂબ સરસ રચના
Rina said,
June 18, 2020 @ 6:21 AM
Beautiful
હરિહર શુક્લ said,
June 18, 2020 @ 9:00 AM
અદભૂત આકારણી
pragnajuvyas said,
June 18, 2020 @ 12:06 PM
શુષ્ક થવાની આખ્ખી ઘટના ઘટી ગઈ અણધારી
૦ભૂલ કરી છે ભારી
અંગત અનુભૂતિ ની અદભુત અભિવ્યક્તિ
પોતાની ભૂલ બતાવનારા બહુ હોય, પણ કોઇ ભાંગીના શકે. ભૂલ દેખાડતાં પણ આવડવી જોઇએ. ભૂલ દેખાડતાં ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું. આ કોઇને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય
જુગલ દરજી ‘માસ્તર’ના સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
Pravin Shah said,
June 18, 2020 @ 10:21 PM
જાણે કૂણી ડાળ ઝાડથી ઓચિંતી ગઈ બટકી!
સુંદર અભિવ્યક્તિ..
લક્ષ્મી ડોબરિયા said,
June 18, 2020 @ 11:41 PM
ખૂબ ખૂબ સરસ ગીત.
રેણુકા દવે said,
June 19, 2020 @ 7:15 AM
ખૂબ સરસ ગીત,
સીધું અને સ્વાભાવિક અનુભૂતિ…વાહ..
મયૂર કોલડિયા said,
June 19, 2020 @ 10:18 AM
બહુ સુંદર ગીત….