સત્-ચિત્-નંદા ગઝલ…..– રાજેન્દ્ર શુક્લ
સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.
લખચોરાશી લખત લખત ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.
ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન દર દર ઊડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.
સાંસ ઉસાંસ ચલાવત છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.
કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાઓ, પ્રિયજન ! સત્-ચિત્-નંદા ગઝલ.
– રાજેન્દ્ર શુક્લ
ભાષા તેમજ નાદની અનોખી જુગલબંધી !!!!
સાંભળો આ ગઝલ ટહુકો.કોમ પર. ક્ષેમુ દિવેટીઆનું સંગીત અને સ્વર છે શ્યામલ-સૌમિલનો.
Sharad Pandya said,
June 2, 2020 @ 4:48 AM
આ રચના શ્રેી ક્ષેમુભાઇ દિવેટેીઆના સ્વર નિયોજનમાં શ્રેી શ્યામલ / સૌમિલ મુનશેીએ ગાયેલેી છે.
Lata Hirani said,
June 2, 2020 @ 5:00 AM
નાદ તો ગુન્જાવેી મુકે એવો…
Anila Patel said,
June 2, 2020 @ 5:25 AM
નાદબ્રહ્મનો અનુભવ તો નથી થયો પણ કઇંક આ ગઝલ વાચતાં થયો એવો હશે એવો ભાસ થાય છે. તન અને મન ડોલી ઉઠ્યું.
વિવેક said,
June 2, 2020 @ 8:10 AM
ખૂબ જ જાણીતી અને અદભુત ગઝલ..
આટઆટલા વરસ આપણાં ધ્યાન બહાર જ રહી ગઈ…
Dhaval said,
June 2, 2020 @ 9:07 AM
સલામ !!!
pragnajuvyas said,
June 2, 2020 @ 12:07 PM
સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.
કવિના આ સુંદર શબ્દો. ક્ષેમુ દિવેટીઆનું સંગીત અને શ્યામલ-સૌમિલની નો સ્વર …નાદ ગુંજાવે !તો આ ગઝલ તેમેના કંઠે સાંભળીએ ત્યારે એવું વાતાવરણ ઊભું થાય જાણે આપણે ગઝલની રૂ-બ-રૂ થયા હોઈએ !
Prahladbhai Prajapati said,
June 2, 2020 @ 6:44 PM
સુન્દર્