નથી…..– બરકત વીરાણી ‘બેફામ’

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.

માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝકઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર
મારા વદનને જો કે જરાય ચમક નથી.

આરામથી રહો ભલે પણ અગવડોની સાથ,
આ મારું મન છે કંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ’

3 Comments »

  1. હરિહર શુક્લ said,

    May 19, 2020 @ 6:13 AM

    હું અને તું વચ્ચેની રક ઝક 👌

  2. pragnajuvyas said,

    May 22, 2020 @ 11:54 AM

    બેફામ સાહેબની અફલાતુન ગઝલ
    બધા જ શેર લાજવાબ તેમા
    જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
    જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી.
    મસ્ત મક્તા
    જુદાઇ છતા પ્રેમની અનોખી ખુમારી !
    પ્રેમીકા સાથે ચૈતસિક જોડાણની સુંદર વાત

  3. Akubat B I said,

    May 28, 2020 @ 8:04 AM

    સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment