ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહે ને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?
-પારુલ ખખ્ખર

આવો વરસાદ નહીં ચાલે… – મુકેશ જોષી

લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં:
તારી આ વાત નહીં ચાલે
મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો
ખાલી આ યાદ નહીં ચાલે…

આખો ઝુરાપો નિચોવી નિચોવીને
તેલ પૂરે રાખ્યું છે એટલું
શમણાંની વાતોય સાચી કે
યાદના દીવાનું અજવાળું કેટલું?

એક ટીપું અજવાળું આખીય જિંદગીની
રાતોની રાત નહીં ચાલે

વ્હાલપની છાલક જે મારી એ હાથોમાં
છાલાનાં વ્યાપ અમે આંક્યા
ઠેરઠેર મળવાનાં વાવ્યાં’તા બીજ
છતાં શ્વાસે જુદાગરાઓ પાક્યા

દરિયો ભરીને અમે રોયાને તોય કહે
આવો વરસાદ નહીં ચાલે…

– મુકેશ જોષી

 

 

3 Comments »

  1. Suresh Shah said,

    April 28, 2020 @ 5:08 AM

    દરિયો ભરીને અમે રોયા તો’ય કહે – આવો વરસાદ નહી ચાલે,
    કેવી અધૂરપ, – દિલ માંગે મોર ….

    – સુરેશ શાહ, સિગાપોર

  2. pragnajuvyas said,

    April 28, 2020 @ 11:07 AM

    આવો વરસાદ નહીં ચાલે…કવિશ્રી– મુકેશ જોષીની ભાવનાઓ-લાગણીઓનો વરસાદ !
    દરિયો ભરીને અમે રોયાને તોય કહે
    આવો વરસાદ નહીં ચાલે…
    ખુબ જ સુંદર શબ્દો ..
    તો અમારા કવિશ્રી નયનનો વરસાદ ચાલે ?
    પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
    સુરતનો એવો વરસાદ
    બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
    સુરતનો એવો વરસાદ

    લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં:
    તારી આ વાત નહીં ચાલે
    મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો
    ખાલી આ યાદ નહીં ચાલે
    વાહ …
    પ્રેમ.મિલન,વિરહ,યાદો…!

  3. Maheshchandra Naik said,

    April 29, 2020 @ 5:19 AM

    ઍક ટીપુ અજ્વાળૂ આખીય જિદગી ની
    રાતોની રાત નહી ચાલે….
    આઅ બે પન્ક્તિઓ ઘણુ સમજાવિ જાય છે….
    આભિનદન……
    આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment