ભીંતો ચણી – સુનીલ શાહ
અન્યની શી રીતે કરશે માપણી,
કૈં અલગ ઊંચાઈ પર ખુદને ગણી?
સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ?
જેણે જીવનભર નવી ભીંતો ચણી.
થાકનો તો પ્રશ્ન ક્યાંથી ઉદભવે,
છે સફરનો માર્ગ તારા ઘર ભણી.
હોય પરપોટો અને પથ્થર નજીક,
ફૂટવાની શક્યતા રહે છે ઘણી!
પાંખ આવી કે એ બસ ઊડી જશે,
એ ગણીને, રાખજે તું લાગણી!
– સુનીલ શાહ
સરળ. સહજ. સંતર્પક.
સુનીલ શાહ said,
May 1, 2020 @ 3:32 AM
વિવેકભાઈ..
આપનો ખૂબ ખૂબ આભારી છું
Gunvantbhai Chaudhari said,
May 1, 2020 @ 3:35 AM
Very nice…
ડૉ. મિતેશ પારેખ said,
May 1, 2020 @ 3:41 AM
વાહ. ખૂબ સરસ રચના. હાર્દિક હાર્દિક અભિનંદન સુનિલભાઈ.
ઇન્તેખાબ અનસારી said,
May 1, 2020 @ 3:45 AM
ખૂબ સુંદર ગઝલ….હ્રદયસ્પર્શી….અભિનંદન…
મુંજાલ પરીખ said,
May 1, 2020 @ 3:49 AM
સુંદર કૃતિ!
ડૉ. મંથન આર. શેઠ said,
May 1, 2020 @ 4:06 AM
વાહ. ખૂબ જ અદ્ભુત. અર્થસભર… જીવનને બળ પૂરું પાડે એવી સરસ રચના… આભાર સાહેબ…
Bharat Makwana said,
May 1, 2020 @ 4:18 AM
વાહ…. સુનિલભાઈ…. ખૂબ સરસ ગઝલ…
મત્લા પછીનો પહેલો શેર અને છેલ્લો શેર લાજવાબ…. અભિનંદન.
Anjana bhavsar said,
May 1, 2020 @ 6:24 AM
3 જો અને અંતિમ શેર વિશેષ ગમ્યા…આખી ગઝલ સરસ..
હરિહર શુક્લ said,
May 1, 2020 @ 7:24 AM
પથ્થર પર પરપોટા ના ફૂટવાની શક્યતા ભારોભાર 👌
Kajal kanjiya said,
May 1, 2020 @ 7:56 AM
ખરેખર ગઝલ વારંવાર વાંચવાનું મન થાય તેવી છે.અભિનંદન સુનીલભાઇ
વિજેશ શુક્લ said,
May 1, 2020 @ 8:15 AM
સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ?
જેણે જીવનભર નવી ભીંતો ચણી.
ખૂબ સચોટ વાત….
Valmik Soni said,
May 1, 2020 @ 10:13 AM
ખૂબ ગમી
pragnajuvyas said,
May 1, 2020 @ 11:58 AM
કવિશ્રી સુનીલ શાહની સ રસ ગઝલને ડૉ વિવેકજી આસ્વાદમા સરળ. સહજ. સંતર્પક માણી.
સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ?
જેણે જીવનભર નવી ભીંતો ચણી.
યાદ આવે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો સરહદે પુલને બદલે ભીંત ચણવા માંડી !અદ્ભુત શેર સાથે જ આપણા ઘણા કવિઓએ ‘ભીંતો ચણી’ની યાદ આવી
આદિલજી
“જ્યાં અર્થ અંધાકારની ભીંતો ચણી રહયો,
ત્યાં કેવી રીતે થઇ શકે વ્હેવાર શબ્દનો.”
ભાવસંક્ર્રાંતિ માટે ભાષા અઘરી પડવાનો આદિલ નો વિચાર એક સમસ્યા છે. અવ્યક્તને વ્યક્ત કરવાની આ મથામણ જ કવિને અભિવ્યકિતની નવી નવી શક્યતાઓ શોધવા પ્રેરે છે. તો
રપા
ચરણ મારાં તારા ભણી હોય છે
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે
બની જાઉં છું લોહીલુહાણ હું
સ્મૃતિને ય કેવી અણી હોય
અને આતિશજી
આવવા ના દે પવન સરખોય ઘરમાં,
કોણ જાણે કેમ આ ભીંતો ચણી છે ?
રાવળજી
ભીંતો સખત ચણીને, હું ચોતરફ ઊભો છું,
એમાં મને પુરીને, હું ચોતરફ ઊભો છું.
અજ્ઞાત
સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ ?
જેણે જીવનભર નવી ભીંતો ચણી.
તો એષા નવી જ વાત લાવે છે !
ભીંતો બધી જ તોડી નાખી હતી
અને જે બચી હતી એ બધી જ ભીંતોને તોડી
ત્યાં પણ દરવાજા બનાવી દીધા
ઢગલેબંધ દરવાજા.
Charulata Anajwala said,
May 2, 2020 @ 4:50 AM
ખૂબ જ અર્થસભર રચના. 👌👌👌
Charulata Anajwala said,
May 2, 2020 @ 4:52 AM
ખૂબ જ સરસ, અર્થસભર રચના… 👌👌👌
Dilip shsh said,
May 2, 2020 @ 5:31 AM
સરળ ,સહજ,સુંદર કૃતિ.
મર્સ જેવા નવા નિશાળીયા ને
પણ સમજાય ગઈ.
“થાક નો તો પ્રશ્ર્ન ક્યાં થી ઉદ્દભવે
છે સફર નો માર્ગ તારા ભણી ”
….અધ્યાત્મની અનુભૂતિ થાય છે !
..ખૂબ ખૂબ અભિનંદન સુનિલભાઈ .
Girish Parikh said,
May 3, 2020 @ 4:19 PM
થાકનો તો પ્રશ્ન ક્યાંથી ઉદભવે,
છે સફરનો માર્ગ તારા ઘર ભણીં.
–સુનીલ શાહ
ગઝલ કે એનો કોઈ શેર મને ખૂબ જ ગમે ત્યારે એને હું વિશ્વભાષા અંગ્રેજીમાં અવતાર આપવાનો પ્રયત્ન કરું છુંઃ
There is no question about getting tired!
The way of the journey is towards your home.
–Sunil Shah
(Rendered into English from the original Gujarati by Girish Parikh)
Pravin Shah said,
May 4, 2020 @ 9:58 AM
ખૂબ સુંદર ગઝલ સુનિલ ભાઈ
લાજવાબ મતલા..
કુશળ હશો
સુનીલ શાહ said,
May 6, 2020 @ 12:06 PM
પ્રોત્સાહક પ્રતિભાવો બદલ સૌ વડીલો અને મિત્રોનો દિલથી આભારી છું.