એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

આપણ બેઉ ‘અ-નોખા’ – કુમાર જિનેશ શાહ

તું વૈકુંઠે, હું ધરતી પર, આમ તો નોખા નોખા.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તારા જેવો હું છું ને તું મારા જેવો લાગે,
મારી ઝાલર, તારી બંસી સંગે સંગે વાગે.
દિલની ડેલી શણગારીને ખોલું નૈન ઝરોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

કદંબની લીલી ડાળી કો’ મારા અંદર વાવે,
ચકલી થઈને તું એ ડાળે ઝૂલવા માટે આવે.
તું લઈ આવે કંકુ ને હું લાવું ચપટીક ચોખા.
. . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

તું આપીને વિસરી જાતો પૂરેલાં કંઈ ચીર,
હુંય ધરાવી ખુદ પી જાઉં તારા નામે ખીર.
શું તારું, શું મારું, શીદને કરવા લેખાંજોખાં.
. . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’.

– કુમાર જિનેશ શાહ

હળવે હળવે માણવાની રચના…

7 Comments »

  1. હરિહર શુક્લ said,

    April 25, 2020 @ 6:21 AM

    👌💐

  2. Vinod Manek Chatak said,

    April 25, 2020 @ 6:39 AM

    આપણે બેઉં અ-નોખા
    સરસ ગીત કવિ
    અભિનંદન

  3. Jayshree Bhakta said,

    April 25, 2020 @ 9:43 AM

    વાહ… એકદમ મઝાનું !!

  4. pragnajuvyas said,

    April 25, 2020 @ 10:40 AM

    કવિશ્રી કુમાર જિનેશ શાહ, ગીત આપણ બેઉ ‘અ-નોખા’ડૉ વિવેક કહે છે તેમ હળવે હળવે માણ્યું.
    શું તારું, શું મારું, શીદને કરવા લેખાંજોખાં.
    . . . . હરિ! આપણ બેઉ ‘અ-નોખા’…વાતે વિચારવમળે
    ગુંજાય ડૉ. મનોજ જોષીનું ગીત શૌનક પંડયાના સ્વરમા
    નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
    નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
    રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના?…
    આ જીંદગી જ….
    ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
    સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
    પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના?…
    આ જીંદગી જ….
    સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
    વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
    અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના?…
    આ જીંદગી જ….અને
    અમથી અમથી ઉંબર ઘસું
    લઈને તારું નામ
    સેંથીમાં ભરશું સિંદુરને ખુલશે કેડીઓ નોખી
    પાનેતરને પાલવડે અમે ભરશું ભાત અનોખી

  5. ્નેહા પુરોહિત said,

    April 25, 2020 @ 1:13 PM

    વાહ કવિ,
    તમારી રચનાઓ પૈકી આ મારી મનપસંદ કવિતા..
    છેલ્લો બંધ ખૂબ સરસ..

  6. Rajul said,

    April 26, 2020 @ 12:21 PM

    અનોખું ગીત!

  7. Kajal kanjiya said,

    May 1, 2020 @ 7:49 AM

    વાહહહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment