હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.
મિલિન્દ ગઢવી

આ કેવી નીંદર – જિગર જોષી ‘પ્રેમ’

આ કેવી નીંદર જેમાંથી જાગ્યા પણ ના જાગ્યા
આટઆટલું દીધું એણે; તોય અખેવન માગ્યા!

હથેળીઓના દરિયા જેનાં તળ ના લાગ્યાં હાથ
જે મૂક્યું તે ડૂબ્યું એમાં, આ તે કેવી ઘાત!
માયાનાં મોજામાં સૌએ પગ પલાળ્યે રાખ્યા.

આંખો આપી, દૃષ્ટિ દીધી; તોય ન જાણ્યું સત
‘જીવ’માં કોણે પાડ્યા અક્ષર; કોણે લખિયો ખત?
મંદિરિયા પર ‘ધજા’ નામને ફરફરતાં બસ રાખ્યા.

– જિગર જોષી ‘પ્રેમ’

મનુષ્યની ઇચ્છાનો કોઈ અંત જ હોતો નથી. ખુલ્લી આંખે આપણે આખી જિંદગી ઊંઘવામાં જ પસાર કરીએ છીએ. એણે આપેલું આપણને કદી પૂરું પડતું નથી. આપણા હાથમાં જે આવે એ આપણને ઓછું જ પડે છે. ટાગોર યાદ આવી જાય: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ એણે આપેલી દૃષ્ટિથી આપણે સત જોઈ શકતાં નથી. આપણાં મંદિર પર એના નામની ધજા ફરફરતી રહે છે, માત્ર. ભીતર કંઈ જ નથી…

9 Comments »

  1. Parbatkumar said,

    April 30, 2020 @ 12:43 AM

    વાહ વાહ
    ખૂબ સરસ ગીત

  2. Jigar jpsho said,

    April 30, 2020 @ 3:43 AM

    આપની લાગણી બદલ ખૂબ ખૂબ આભારી છું.

  3. Nehal said,

    April 30, 2020 @ 6:55 AM

    વાહ, ખૂબ સુંદર રચના અને આસ્વાદ.

  4. Dharmesh Bhadja said,

    April 30, 2020 @ 7:51 AM

    વાહ કવિ વાહ, ખૂબ સરસ રચના…

  5. Saryu Parikh said,

    April 30, 2020 @ 9:45 AM

    સરસ રચના…”હથેળીઓના દરિયા જેનાં તળ ના લાગ્યાં હાથ” વાહ!
    સરયૂ પરીખ.

  6. pragnajuvyas said,

    April 30, 2020 @ 10:14 AM

    કવિશ્રી – જિગર જોષી ‘પ્રેમ’નુ ખૂબ સુંદર ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    આંખો આપી, દૃષ્ટિ દીધી; તોય ન જાણ્યું સત
    ‘જીવ’માં કોણે પાડ્યા અક્ષર; કોણે લખિયો ખત?
    વાહ
    આપેલી દૃષ્ટિથી આપણે સત જોઈ શકતાં નથી ! ઈશ્વરે પણ બધાંની હદ રાખી છે. દરિયાને કિનારો આપ્યો છે, પર્વતને ટોચ આપી છે, રણની એક સીમા નક્કી કરી છે. સીમા છે તો જ સૌંદર્ય છે. કોઈ પર્વત એટલો ઊંચો કેમ નથી કે માણસની નજર ન પહોંચે?
    પોતાના માટે અને તમે જેને પ્રેમ કરો છો એના માટે નક્કી કરો કે આટલું પુરતુ છે. ઘણાંને તો ખબર જ નથી હોતી કે મેં જીવવાનું તો હજુ શરૃ જ નથી કર્યું. સારા થવા માટે કે સારું કરવા માટે કોઇપણ પળ વધુ વહેલી નથી હોતી, કારણ કે કેટલી વારમાં એને માટે વધુ મોડું થઇ જશે તે આપણે જાણતા નથી. મંદિરિયા પર ‘ધજા’ નામને ફરફરતાં બસ રાખ્યા.

  7. હરિહર શુક્લ said,

    April 30, 2020 @ 10:41 PM

    વાહ 👌
    રોજ જાગ્યા ને તોય રોજ ના જાગ્યા !👍

  8. Kajal kanjiya said,

    May 1, 2020 @ 7:53 AM

    વાહહહ જીગરભાઈ મજાનું ગીત

  9. Pravin Shah said,

    May 4, 2020 @ 10:04 AM

    વાહ.. મજાનું ગીત..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment