હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

અહીં હરએક માણસ બુદ્ધ છે….- રમેશ પારેખ

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે,
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.

જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.

વિશ્વ એની ગતમાં ચાલે તારી ગતમાં તું રમેશ,
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે.

– રમેશ પારેખ

2 Comments »

  1. pragnajuvyas said,

    April 14, 2020 @ 11:26 AM

    ર.પા.નું અમર અને અદભૂત ગઝલ!
    છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
    ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.

    જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
    આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.
    સરસ

  2. અનિલ શાહ. પુના. said,

    August 16, 2020 @ 12:20 AM

    ખબર મને કેટલો હું શુદ્ધ છું,
    અને કેટલો બધો વિશુદ્ધ છું,
    નજરમાં લોકોની વિરુદ્ધ છું,
    એટલે તો સમજો બુધ્ધ છું,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment