તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.
મનહરલાલ ચોક્સી

હવે હુંય અસ્તાચળ ભણી છું…- મુકેશ જોષી

ચકમકતી ધાર તો ઘસાઈ ગઈ ને
સાવ બુઠ્ઠી થયેલી અણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

ઝાંખપનાં વાદળાંઓ આંખે ઘેરાયાં ને
કાનના પડદે બાકોરાં
મનગમતા, મિઠ્ઠા ને ગળચટ્ટા દિવસોના
સ્વાદ હવે લાગતા ખોરા
કરચલીમાં રોજરોજ વહેંચાતો જાઉં ને
લોકોની આંખમાં કણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

જેટલા શ્વાસ લઉં એનાથી બમણા
હું શ્વસતો રહું છું નિ:શ્વાસો
ફાટેલી વેદનાને સાંધવા ને સાંધવામાં
ફાટી ગયો છે મારો વાંસો
રોજ થોડીથોડી કપાતી આ પાંખ ને
તૂટતી આ પાંખનો ધણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું

– મુકેશ જોષી

અહીં વાત ઉંમરની નથી, માનવીના સ્વ ની – self ની – છે. ઈચ્છા-અનિચ્છાએ સતત કરવા પડતા સમાધાનોની છે, ક્ષણેક્ષણે વાગતા ઘા ની છે, પોતે અહીં misfit છે એ લાગણીની છે…..

5 Comments »

  1. Rohit kapadia said,

    April 7, 2020 @ 5:57 AM

    ઘડપણનું ખૂબ જ હ્રદયસ્પર્શી ચિત્ર. ધન્યવાદ
    અસ્તાચળ ભણી જતાં સૂરજને અસ્ત થવાની ખબર હોવા છતાં પણ એ આકાશને વિવિધ રંગોની રંગોળીથી સજાવવાનું નથી ચૂકતો. ઉમર સહજ
    તકલીફોને અવગણીને સહુનું ઘડપણ જીવંતતાથી જીવાય એવી શુભેચ્છા.

  2. Prahladbhai Prajapati said,

    April 7, 2020 @ 10:30 AM

    સરસ

  3. pragnajuvyas said,

    April 7, 2020 @ 12:10 PM

    સિદ્ધહસ્ત કવિ મુકેશ જોષીનું નખશિખ સુંદર ગીત…
    બહુ ઓછા કવિ ગીતના ક્ષેત્રે આટલું અદભૂત ખેડાણ કરે છે વૃધ્ધાવસ્થામા અનુભવાતી વાત.
    ચકમકતી ધાર તો ઘસાઈ ગઈ ને
    સાવ બુઠ્ઠી થયેલી અણી છું
    હવે હુંય અસ્તાચળ ભણી છું
    મનમા ગુંજે આશિત દેસાઈના સ્વરમા સ્વ સુરેશ દલાલે અનુભવેલું…
    આંખ તો મારી આથમી રહી
    કાનના કૂવા ખાલી.
    એક પછી એક ઇન્દ્રિય કહે
    હમણાં હું તો ચાલી.

    શ્વાસના થાક્યા વણઝારાનો
    નાકથી છૂટે નાતો,
    ચીમળાયેલી ચામડીને હવે
    સ્પર્શ નથી વરતા’તો.

    સૂકા હોઠની પાસે રાખો
    ગંગાજળને ઝાલી,
    એક પછી એક ઇન્દ્રિય કહે
    અબઘડી હું ચાલી.

    નસના ધોરી રસ્તા તૂટ્યા
    લોહીનો ડૂબે લય.
    સ્મરણમાં તો કાંઈ કશું નહીં
    વહી ગયેલી વય.

    પંખી ઊડ્યું જાય ને પછી
    કંપે જરી ડાળી.
    અને યાદ આવે કવિ દેવાંગજી નુ ગીત
    શ્ર્વાસ ના સરવાળા
    બહુ મોટી રકમાના હતા
    એ યાદ આવતા ગયા,
    એક એક પળ બાદ થતી ગઇ

    રસ્તા પણ લાંબા હતા
    ને સાથ ની પણ યારી હતી
    તુ જુદા શું થઇ મારા થી,
    મંઝિલ સામે ચાલી ને અસ્ત થઇ ગઇ.

    દગાો કરી ગઇ મુજ થી
    મારી જ ધડકનો
    ભુલવા ની સારી મહેનત ને
    ધુળમા રગદોળતી રહી.
    આંખ તો મારી આથમી રહી

  4. Haresh nimavat said,

    April 8, 2020 @ 3:11 AM

    प्रथम वाचने घढपणनी वात लागती आ रचना स्वना विकासनीनेम ताके छे.

  5. PALASH SHAH said,

    April 11, 2020 @ 7:07 AM

    કદાચ… વૃધ્ધાવસ્થામા અનુભવાતી વાત….સચોટ….ક્ષણેક્ષણે વાગતા ઘા ની છે આ વાત…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment