મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.
ઊર્મિ

સદીનું પ્રતિબિંબ – રમેશ પારેખ

સદીનું પ્રતિબિંબ ક્ષણમાં હશે,
ક્યો થાક મારા ચરણમાં હશે ?

ઠરી જાય છે કલ્પનાની નદી,
કયો ભેદ વાતાવરણમાં હશે ?

વિહગ છેતરાતું પ્રતિબિંબથી,
ગગન જાણે નીચે ઝરણમાં હશે !

નગરમાંય સામાં મળે ઝાંઝવાં,
અહીં એ કઈ વેતરણમાં હશે ?

ન જીવનમાં કારણ મળ્યાં સ્વપ્નનાં,
તો એનાં રહસ્યો મરણમાં હશે ?

નગર જેને સદીઓથી શોધી રહ્યું,
એ કલશોર કોના સ્મરણમાં હશે ?

– રમેશ પારેખ

એક-એક શેર પાણીદાર. આવી ગઝલ વિશે કંઈ પણ બોલવું એ ગઝલના નિરવદ્ય આનંદમાં વિક્ષેપ કરવા બરાબર છે… એક-એક શેર વારંવાર મમળાવીએ અને હળવે હાથે ઉઘાડીએ…

5 Comments »

  1. હરિહર શુક્લ said,

    May 8, 2020 @ 6:43 AM

    પ્રશ્નો પ્રશ્નો અને પ્રશ્નો
    … હશે?
    # બધા શેરમાં સિવાય એકમાં જ્યાં વિહગ છેતરાતું જણાય છે!
    નરી મોજ 👌💐

  2. Vinod manek , Chatak said,

    May 8, 2020 @ 7:16 AM

    Bemisal Gazal..
    Ramesh Parekh….Etle surjan no Dariyo

  3. pragnajuvyas said,

    May 8, 2020 @ 2:06 PM

    વારંવાર વાગોળવી ગમે તેવી ગઝલનો અદભૂત મક્તા.
    જ્યારે કવિ પોતાને ઈશ્વરની વધારે નજીક અનુભવે છે એ વખતે લખાતો શેરસ મયાતીત બની જાય છે . કાળમાં મહાકાળને ઓળખવા અને ઓળખીને પૂજવા એજસ્તો જિન્દગી છે.એ જ લાગણીઓનો કલશોર…ભાષા ને ગઝલના ઉઘડે જ્યાં ભાગ્ય ત્યારે જઇને એકાદ ર.પા. અવતરે

  4. Kajal kanjiya said,

    May 8, 2020 @ 10:23 PM

    ઠરી જાય છે કલ્પનાની નદી….
    વાહહહ ખૂબ સરસ

  5. Pravin Shah said,

    May 8, 2020 @ 10:26 PM

    ન જીવનમાં કારણ મળ્યાં સ્વપ્નનાં,
    ને છતાંય આપણે સ્વપ્ન જોતા રહયા… ખૂબ સુંદર ગઝલ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment