પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે -
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
વિવેક ટેલર

રોકાઈ ગયો છું – ભગવતીકુમાર શર્મા

આવ્યો’તો જરા માટે ને રોકાઈ ગયો છું;
દુનિયા, તારા મેળામાં હું ખોવાઈ ગયો છું.

ફૂલોને હું અડકયો ને ઉઝરડાઈ ગયો છું;
કાંટાઓના સંગાથથી ટેવાઈ ગયો છું.

ભીની ભીની નજરે તમે મારા ભણી જોયું;
વરસાદ નથી તોય હું ભીંજાઈ ગયો છું.

શોધો ન મને કોઈ નદી-તટની સમીપે;
મૃગજળના અરીસામાં હું પકડાઈ ગયો છું.

અંધારખૂણા, થાંભલા, દીવાલ ને છપ્પો!
શૈશવને કહો, કયાંય હું સંતાઈ ગયો છું!

અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી;
ચોરે ને ચૌટે, ગલીઓમાં ચર્ચાઈ ગયો છું!

-ભગવતીકુમાર શર્મા

પાંચમો શેર ગઝલમાં આગંતુક લાગે છે. બાકીના બધા મજબૂત છે.

1 Comment »

  1. pragnajuvyas said,

    March 7, 2020 @ 10:28 AM

    ખૂબ સરસ ગઝલ છે. આખી ગઝલના બધા શેર ગઝલ વિશેના છે એમાં આ
    અંધારખૂણા, થાંભલા, દીવાલ ને છપ્પો!
    શૈશવને કહો, કયાંય હું સંતાઈ ગયો છું!
    સમગ્ર ગઝલ સાથે નાભિનાળ સંબંધ ધરાવે છે પણ ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. અચાનક એક વહાલા આગંતુક ની પેઠે શૈશવની દુનિયા ને જીવંત બનાવતા મુકત આનંદ અનુભવાય છે .

    ડૉ તીર્થેશજી ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment