હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

સમજાવી દઉ હું યે સાનમાં – ચંદ્રેશ મકવાણા

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

– ચંદ્રેશ મકવાણા

 

‘ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી ભમરા ડંખે એ વાત જુદી…..’ શું મુદ્દાની વાત કરી છે !! તે પણ વળી કેવી નજાકતથી !!!

3 Comments »

  1. JAFFER KASSAM said,

    February 25, 2020 @ 5:49 AM

    ✍… અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,
    ભરાય છે દિલમાં
    અને છલકાય છે આંખમાં
    રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું,

    તમે કરો ન કરો, હું રોજ યાદ કરું છું.
    🌞₲๑๑d💞Ⓜ๑®ทïทg🌞

  2. pragnajuvyas said,

    February 25, 2020 @ 3:53 PM

    કવિ ચંદ્રેશ મકવાણાએ ‘ સમજાવી દઉ હું યે સાનમાં’ની વાતો ગમી તેમા
    વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
    આમ ફાંફાં ન મારો વેરાનમાં…
    પર આફ્રીન…
    દરેક ગ્ર્ંથો…વેદ-ગીતા ‘પ્રેમ’ મહાકવિ નાનાલાલની રચના યાદ આવે
    પરમ પ્રેમ પરબ્રહ્મ

    માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ
    દંપતિના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર
    પરમ પ્રેમ પરબ્રહ્મ

    દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ
    યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર
    પરમ પ્રેમ પરબ્રહ્મ

    સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ
    સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર
    પરમ પ્રેમ પરબ્રહ્મ

    આત્મનો વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ
    પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ, પ્રેમનો આ પારાવાર
    પરમ પ્રેમ પરબ્રહ્મ
    ઇશ્ક યાદ આવે કલાપી

    અયે કાતીલ! સીને તું સૂતું રહેજે; પડ્યું રહે તું:
    નથી તકસીર તહારી એ: ગુનેહગારી હમારી છે!

    બિસમિલ્લાહ ખતમ થઈ જા: જિકર કર ના : જિગર ગમ ખા!
    હ્રદય નાદાન પ્રેમીલા, દિગમ્બર રાખ ચોળી થા!

    કિતાબો ઇશ્કની ખોળી: ઉથાપ્યાં પ્રેમનાં પોથાં:
    વિષમ છે ડંખ પ્રીતિનાં : વિકટ છે સ્નેહરસ્તા ત્યાં!

    આશક આ પડ્યો બેહોશ : મરી જાશે હિજરાઈ:
    આ ફરહાદની કબરે નથી શિરીન સૂવાની!

    બસ કમ્બખ્ત દિલ ભોળા! ઉધામા છોડ ઉલ્ફતના:
    ન કર મુફ્ત અફસોસી: મળશે દાદ ના અહિંયાં!

    આ દરબાર દરવાઝે ડંકા પ્રેમના બાજે:
    પરન્તુ બેવફાઇનાં ઉપર નિશાન ફરકે છે!

    કરી ખામોશ પછડા માં: આ તો ખ્વાબનાં નખરાં:
    આ ગુલઝાર જાદૂનો: ફરેબી ને દગાવાળો!

    મળે જો ના તને હીરો લગાવી કોયલો કાળો,
    બન્યું રહે મસ્ત મસ્તાનું અખંડાનન્દમાં રાચી!

    માયિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો:
    બન્યું રહે મસ્ત મસ્તાનું; મસ્તીનો તું લે લ્હાવો!
    અને His love
    All earthly love is a thread of gold,
    Most fair but what the touch of time may sever:
    But His is a cable sure, of strength untold
    O, His love, it lasteth ever!

    And this great love he will on thee bestow
    The fullness of his grace make known,
    Earnest of glory grant thee here below
    If thou wilt be his own!

  3. મહેન્દ્ર દલાલ said,

    March 6, 2020 @ 11:21 PM

    સરસ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment