થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા ?
– નયન દેસાઈ

તમે પરમ કો તત્વ…– ભગવતીકુમાર શર્મા

તમે પરમ કો તત્વ
અને હું ઝાંખુંપાંખું તેજ;
તમે સૂર્ય,
હું પરોઢનો આથમતો છેલ્લો તારક,
તોય તમારું કિરણ હું પામું સહેજ..

– ભગવતીકુમાર શર્મા

કૃતજ્ઞતા……

1 Comment »

  1. pragnajuvyas said,

    February 10, 2020 @ 2:50 PM

    ‘ તમે પરમ કો તત્વ-‘ ગીત પ્રમાણે જીવેલા આદરણીય સવ્યસાચી , ઊંચાગજાના , લોકલાડીલા , નિતાંતપણે હ્રુદયજીવી , મૂર્ધન્ય સાહિત્યકાર , શબ્દબ્રહ્મના ઉપાસક પૂ.ભગવતીકુમાર શર્માની યાદે.
    તેઓ સદેવ મારા અને મારી દીકરી યામિનીના વંદનીય રહ્યા છે.પરોક્ષપણે તેમની નવલકથા, વાર્તાઓ અને ગઝલોથી હું એમને જાણતી હતી. આજે દેખાય બારી પાસેના ટેબલખુરશીમાં એક કુશકાય,જાડા ચશ્મા પહેરેલા લેખક માથું ઢાળી લેખન કરતા…. ગું જા ય
    એના હરેક કણમાં અનાગતની ઝંખના; તૂટી રહેલા આખરી વેળાનો શ્વાસ છું,
    ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું? આમેય ક્યાં જીવંત છું ? હોવાનો ભાસ છું
    આ ક્ષણો પછીથી નહિ રહે,ન સુવાસ ફોરશે શ્વાસમાં ,
    ચલો સન્ગ થોડુંક ચાલીએ ,સમયના આ દીર્ઘ પ્રવાસમાં
    અને ‘ પ્રેમ એ મારી કવિતા પ્રવૃત્તિની પ્રથમ અને પરમ નિસ્બત. છે.’
    ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
    ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે.”
    પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
    ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.
    અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
    તળેટીથી યે શિખરે પહોંચવું છે
    હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;
    હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.
    ભગવતીકુમાર શર્માનુ ઘર સુરતમાં એનીબેસન્ટરોડ પર -અમારું તીર્થધામ પર રોલર ફેરવાયું જાણી આંખ નમ થઇ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment