શું ચીજ છે – મનોજ ખંડેરિયા
અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે ;
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.
સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે.
તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.
એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.
ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
“મૃત્યુ” જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.
એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.
– મનોજ ખંડેરિયા
સિદ્ધહસ્ત કલમ…….પ્રત્યેક શેર બળકટ
Neekita said,
February 4, 2020 @ 3:03 AM
You should put the name of the book as well , for example, Manoj Khanderia-Samagra Kavita
praheladbhai prajapati said,
February 4, 2020 @ 6:48 AM
સુપેર્બ્
pragnajuvyas said,
February 4, 2020 @ 12:04 PM
કેવી અદભુત ગઝલ !
દરેકે-દરેક શેરનું નક્શીકામ એવું બારીક થયું છે કે આખી ગઝલ વારંવાર વાંચતા જ રહેવાનું મન થાય.
અમર ભટ્ટના સ્વર અને સ્વરાંકાનમા મનમા ગુંજે મનોજ ખંડેરિયા આ લાજવાબ ગઝલ