જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
અનિલ ચાવડા

આપણે હવે મળવું નથી… – જગદીશ જોષી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોષી

મર્મસ્થાને ઘા થાય ત્યારે હ્ર્દય ફરિયાદ કરવી મુનાસીબ નથી સમજતું , હ્ર્દય આઘું ચાલ્યું જવાનું પસંદ કરે છે….

3 Comments »

  1. Pravin Shah said,

    February 3, 2020 @ 5:17 AM

    આપણે હવે વાન્ચ્નવુ નથી
    ઍમ કદી કહેવુ નથી

  2. વિવેક ટેલર said,

    February 3, 2020 @ 9:04 AM

    આ ગીતનો તો એક જ જવાબ હોઈ શકે:

    તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ

  3. pragnajuvyas said,

    February 3, 2020 @ 11:56 AM

    અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી.સ્વ જગદીશ જોષી તેમના ગીતો, અછાંદસ, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો મા આધુનિક અને તળપદા સંવેદનનું જયાં રસાયણ થયું છે ત્યાં કેટલીક સારી રચનાઓ મળી છે તેમાનુ આ સુંદર ગીત.
    અમને તો આપણે હવે મળવું છે પણ હાથ જોડી કરગરીને આપણે મળવું નથી કે સમયથી થરથરીને આપણે મળવું નથી લંબચોરસ અર્ધવર્તુળ ગોળ કે ત્રિકોણમાં કોઈ ઢાળે તો ઢળીને આપણે મળવું નથી કોઈ પણ સંધિ કરી અથવા પછી વિદ્રોહના, કોઈ પણ પગલાં ભરીને આપણે મળવું નથી.
    ડૉ વિવેકજીઅની ‘ આ ગીતનો તો એક જ જવાબ હોઈ શકે: તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ’ વાતે મઝા આવી.ફરી આ રચાના માણી.
    # સાંભળો : આપણે હવે મળવું નથી -જગદીશ જોષી – ટહુકો.કોમ
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment