સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો- મનોજ ખંડેરિયા

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો-
અમે લાગણીના ચહેરે ઉઝરડો !

ખુલાં દ્વાર તો વાસી દીધા પછી પણ –
સહન થાય છે એની ક્યાં ઝીણી તરડો ?

સતત આર ખૂંચે છે એની રગેરગ,
હજી લોહીમાં એક ફરતો ભમરડો

અમે કોઈ અજગરની અંદર વસેલાં,
પળેપળ રહ્યો રોજ ગુંગળાવી ભરડો

હતું એક કાગળ નીચે લોહ-ચુંબક,
કલમ એના ખેંચાણે લેતી ચકરડો

-મનોજ ખંડેરિયા

 

ઝીણી તરડો…….. કેવી ખૂબીથી બયાન થયું છે !!!!!

2 Comments »

  1. pragnajuvyas said,

    January 15, 2020 @ 11:51 AM

    સ્વ. મનોજ ખંડેરિયા ગઝલકાર અને કવિ હતા.તેઓનું કાવ્યસાહિત્યના ઇતિહાસમાં માનભર્યું સ્થાન છે. તેમની નખશિખ સ રસ ગઝલ માણવા મળી.
    બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો-
    અમે લાગણીના ચહેરે ઉઝરડો !
    અફલાતુન મત્લા
    યાદ આવે સુનીલના શેર
    નિભાવ્યે જાઉં છું સંબંધ હું તો લાગણીપૂર્વક,
    તમારી દૃષ્ટિએ સસ્તા થયા, એથી વધારે શું !
    ખબર ન્હોતી, હશે આ આભ આખેઆખું ખરબચડું,
    ઉઝરડા પાંખના આળા થયા એથી વધારે શું !
    ડૉ તીર્થેશે આસ્વાદ કરાવ્યો તેમ ઝીણી તરડો…….. કેવી ખૂબીથી બયાન થયું છે !!!!!સામે ન મંડાતી મીટ યારે ઝીણાં જાિળયાં, અધ-ઊઘાડાં બારણાનેકમાડની તરડો. ગોતવા લાગી પડે છે

  2. dhiren joshi said,

    April 22, 2020 @ 6:45 AM

    ગઝબ મનોજ ખંઢેરીયા એટલે અગમ ના કવિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment