અમને તો ફીરકી ને માંજાના કોડ – મુકેશ જોષી
અમને તો ફીરકી ને માંજાના કોડ
તમે દીધો અવતાર કાં પતંગનો
આમ પળપળમાં તૂટતા સંબંધનોછાતીના ચાર કોશ છેદીને ભાયગની રેખા શી દોર તમે બાંધો
આંચકાઓ આપીને આયખાને ચીરો ને થીગડાનું નામ દઈ સાંધોઅણદીઠા સરનામે મોકલો ને
ટેકો તો ડગમગતા વાયરાના સ્કંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનોસૂરજના આંગણમાં અંગોને ઓગાળી જાતને રાખ લગી બાળવી
આકાશે થંભે ના એકાદું પંખી, આ આંખોને ક્યાં જઈ પલાળવીપળપળમાં જીવનનાં વહેણ ફરી જાય
જેમ રસ્તો બદલાય કોઈ અંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો– મુકેશ જોષી
વધુ તો શું બોલવું……..
Dr Sejal Desai said,
January 15, 2020 @ 6:13 AM
Very deep meaning… awesome
saryu parikh said,
January 15, 2020 @ 9:30 AM
વાહ્ મુકેશભાઈ, સુંદર રચના… સરયૂ
pragnajuvyas said,
January 15, 2020 @ 12:10 PM
શ્રી મુકેશ જોષીનુ સ રસ ગીત
પળપળમાં જીવનનાં વહેણ ફરી જાય
જેમ રસ્તો બદલાય કોઈ અંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો…
વાહ –
સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.
vimala Gohil said,
January 15, 2020 @ 11:38 PM
“પળપળમાં જીવનનાં વહેણ ફરી જાય
જેમ રસ્તો બદલાય કોઈ અંધનો”
સુંદર રચના.